માર્ગ અને મકાન વિભાગનો દે.બારીયાથી ગોલ્લાવ સુધીનો રોડ બિસ્માર હાલતમાં થયો ? કયારે નવીનિકરણ થશે ?

દે.બારીયા,માર્ગ અને મકાન વિભાના હસ્તક આવતો સ્ટેટ હાઈવે રોડ દે.બારીયા શહેરના રાજમહેલ નાકા થી ગોલ્લાવ પંચમહાલ જીલ્લાની હદ સુધીના રોડ ઉપર મસમોટા ખાડા પડી ગયા હોવા છતાં લીમખેડા સ્થિત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરનુંં પેટનું પાણી હાલતુંં નથી કેમ ? તે યત્ર પ્રશ્ર્ન છે.

પ્રાપ્ત માહિતી મુજબ દે.બારીયા થી સ્ટેટ હાઈવે રોડ જે પાવાગઢ થઇ હાલોલ નેશનલ હાઈવે ઈન્દોરને જોડતો રોડ છે. દાહોદ જીલ્લાના ગોલ્લાવ સુધી રોડ ઉપર મોટા ખાડા પડી ગયા હોવા છતાં તેનું સમારકાર્ય અથવા નવો રોડ બનાવવામાં આવતો નથી. તેમજ દે.બારીયા શહેર માંથી પસાર થતો આ રોડ બન્ને નાકા વચ્ચેનો રોડ 10 વર્ષ અગા. આર.સી.સી.નો નવો બનાવ્યો હતો. તેમ છતાં આ રોડને થીગડા થાગળી કરીને 10 વર્ષ સુધી લોકોને સમજાવી દેવાતા હોય છે. ભારે વાહનોની અવરજવર આઠ દિવસમાં જેવો હતો. તેવો થતાં વાર લાગતી નથી. વાહન ચાલકો રોડ ટેકસ ભરે છે તે પ્રમાણેની રોડ સુવિધા તંત્ર આપવામાં નિષ્ફળ છે. ગોલ્લાવ સુધી મોટાખાડાના પૂરાણ સાથે સાથે દે.બારીયાના બન્ને નાકા વચ્ચેનો આર.સી.સી.રોડનું નવીનિકરણ કરવામાં આવે તો વાહન ચાલકોની માંગણી ઉઠવા પામી છે.