ગોધરા,
ગોધરા કસ્બાના રે.સ.નં. 420-427-428 બાબતે અરજદાર દ્વારા તલાટી ગોધરા કસ્બા તાત્કાલીક 1. ગૌરવ પટેલ, 2. એસ.એસ.સંગાડા, 3. શહેર મામલતદાર, 4. નાયબ કલેકટર અને પ્રાંત એન.બી.રાજપૂત દ્વારા ખોટા કુતુબદ્દીન અજીમુદ્દીન સૈયદ, શફીક એસ્ટેટ, રાયખંડ, અમદાવાદ રહેવાસી વિગેરે સામે ગુજરાત રાજ્ય સરકારના લાગતા વળગતા અધિકારીઓ સામે ફરિયાદ કરવા ફોજદારી ધરાની કલમ 420,465,467,468,469,470,471,120-બી તથા વિગેરે બાબતે દાદ કાયદા અંગે માંંગેલ તેઓ તરફથી આ બાબતે નકલ રવાના બિડાણા સાથે 1. ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, 2. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, 3. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી,4. તકેદારી આયોગ ગુજરાત સરકાર,5ંચમહાલ જીલ્લા કલેકટર સુજલ મયાત્રા (આઈ.એ.એસ.) અધિકારી પંચમહાલ તરફ 6. પ્રાંત નાયબ કલેકટર ગોધરા તરફ પણ આ બાબતની અરજી અરજદાર દ્વારા સાથે તેનું વર્ણન કરેલ બાબતે અરજદારની સોગંદનામા સાથે જણાવેલ કે અને 1 થી 6 સામે ફરિયાદ દાખલ કરવા જણાવેલ કે, મોજે ગોધરા કસ્બાના રે.સ.નં. 427નું કુલ ક્ષેત્રફળ હે.આરે.1-51-76 મુળ આકાર રૂા.6-00 મુળ ખાતા નં.82 વાળી મુહર્મ હાજી ઉમર ઈસા જુજારા વિગેરેની 18/11/1926ના રોજ વેચાણ દસ્તાવેજની નોંધ નં.1221 પડેલી છે.
આંમ, મોજે ગોધરા કસ્બાની રે.સ.નં.427 પૈકી 2 428 પૈકી સુધારા હુકમ તેમના પરદાદા અબ્બાસમીયા અમીરમીયા કાજીનું નામ સને 1925ના રજી વેચાણ દસ્તાવેજના આધારે દાખલ કરવાનું જણાવેલ છે. જે રજી.દસ્તાવેજ પરંતુ વેચાણ દસ્તાવેજ રેવન્યુ દફતરે નથી. ફકત અમો ફરીયાદીના વડીલોપાર્જીત મોજે ગોધરાના રે.સ.નં. 427 પૈકી-2 સુધારા હુકમ આરોપી 6 ગોધરા પ્રાંત એન.બી.રાજપૂતે ખોટી રીતે કરેલ છે. સર્વે નં.428 પૈકીમાં સુધારા હુકમ કરેલ નથી. જેથી પ્રાંત ગોધરા એન.બી.રાજપૂત દ્વારા કરોડોની લાંચ લઈ રેકર્ડ રૂલ્સ મુજબ વહીવટી પ્રક્રિયા ઓળંગી મોટા પ્રમાણમાં ગેરરીતિઓ આચરેલ છે અને ગોધરાના તકરારી કેસો આર.ટી.એસ. અપીલો ખોટા બોગસ પ્રમાણપત્રો આપી વહીવટી સત્તાનો દુરઉપયોગ કરી મોટા પ્રમાણમાં તેઓ સામે નાની અનામી તથા લાગતા વળગતા સંબંધો સાથે તપાસ થાય તેવી ફરિયાદ કરવા અરજ ગુજારેલ છે.
ફરીયાદીની રજુઆત વેચાણ દસ્તાવેજ 18/11/1926 અને તેના આધારે રેવન્યુ નોંધ નં.1221 થી મંજુર કરેલ છે. આમ,આરોપી 1 એ મોજે ગોધરાના સ.નં.427 પૈકી-2, 428 પૈકીમાં નામ દાખલ કરવા તા.13/09/2021ના રોજ એન.બી.રાજપૂત પ્રાંત ગોધરાને આપેલ છે અને આરોપી 1 કુત્તુબદ્દીન અજીમુદ્દીન સૈયદ અમદાવાદના વતની છે અને પ્રાંત એન.બી.રાજપૂત પણ અમદાવાદના વતની હોય તો તા.27/10/2021ના રોજ સુધારો કરવા ભલામણપત્ર પાઠવેલ છે. તે પત્રનો કોઈ ઈનવર્ડ નંબર પાડેલ નથી અને ગોધરા શહેર મામલતદાર તા.27/10/2021ના ભલામણપત્ર બીજા જ દિવસે તા.28/10/2021 મામલતદાર ગોધરા શહેર તરફથી પ્રાંત એન.બી.રાજપૂત ગોધરા સમક્ષ નોંધ નં.1221ની ચકાસણી કર્યા વગર ખૂબ જ મોટી લાંચ લઈ ફકત ને ફકત એક દિવસમાં રીપોર્ટ કરી શહેર મામલતદાર ગોધરા એન.બી.રાજપૂત ગોધરા પ્રાંતને મોકલી આપેલ છે. પરંતુ ગુજરાત રાજ્ય સરકાર તકેદારી આયોગ મહેસુલ તપાસણી મંત્રી પ્રશ્ર્નો વર્ષો સુધી ધુળ ખાય છે અને આ અમદાવાદનો ઈસમ એક જ દિવસમાં સુધારા હુકમ કરેલ બાબતે તથા એન.બી.રાજપૂત પ્રાંત ગોધરા એ પુરવઠા અધિકારી તથા પ્રાંત અધિકારી ગોધરાની અનેક ફાઈલો તપાસ થાય તો સરકારી તથા અમો ફરિયાદીની તમામ ગેરરીતિઓ કરોડોની નામી અનામી મિલ્કતો બહાર આવે તેમ છે. જે પ્રાંત એન.બી.રાજપૂત ગોધરાની ખાતાકીય તપાસ કરી કરાવવામાં આવે તેવી અનેક અરજીઓ ગુજરાત સરકાર, ગાંધીનગર મહેસુલ વિભાગ દ્વારા તપાસ બાબતે જીલ્લા પંચમહાલ કલેકટર સુજલ મયાત્રા(આઈ.એ.એસ.) અધિકારી ગોધરાને સોંપેલ હોય પરંતુ અરજદારો ફરિયાદીઓ દ્વારા ગુજરાત સરકાર મહેસુલ વિભાગ તરફ આ એન.બી.રાજપૂત સામે કોઈ ખાતાકીય પગલા અંગે ગુજરાત રાજ્ય સરકારના વહીવટી અધિકારી સુજલ મયાત્રા તરફથી આજદિન સુધી કોઇ કાર્યવાહી નહીં કરી તકેદારી આયોગના મેન્યુઅલનો ભંગ કરેલ છે. જે આ બાબતે અરજદારો તથા ફરિયાદી દ્વારા રજુઆતો લેવાના બદલે એક કાન થી બીજે કાને કાઢી નાંખે છે અને આ સુધારા હુકમ ભલામણ પત્ર તા.27/10/2021ના અનુમાં એન.બી.રાજપૂત પ્રાંત ગોધરાના પત્ર ઉપર તત્કાલીક વિના વિલંબે 28/10/2021 એટલે કે એક દિવસમાં મંજુર કરેલ છે. પરંતુ ગુજરાત તકેદારી આયોગ તથા મહેસુલ વિભાગના આદેશોનું વર્ષો સુધી પાલન કરી કરાવવામાં આવતું નથી. જેથી ગોધરાની જનતાની માંગ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ગાંધીનગર થી સ્પેશ્યલ પ્રાંત ગોધરાના તમામ બોગસ ખેડુત પ્રમાણપત્રો અનેક પ્રકારની અપીલો ખોટા હુકમો 73-એ.એ. ની ફાઈલો તથા લેન્ડ ગે્રબિંગના ખોટા હુકમોની તપાસ કરવા યોગ્ય ખાતાકીય તપાસ અધિક નિમાય તેવી પંચમહાલ ગોધરા તાલુકો ગોધરાના નાગરિકોની ફરિયાદ છે. આમ, આરોપી 1 તથા આરોપી 2 બન્ને અમદાવાદના વતની છે. જેથી તા.27/10/2021નું ભલામણપત્ર નહીં દબાણપત્ર છે. તેવું સાબિત થાય છે. જેથી 27/10/2021 થી એક જ દિવસમાં તા.28/10/2021ના રોજ હુકમ કરેલ છે અને ગુજરાત સરકાર મુખ્યમંત્રી, મહેસુલ મંત્રી તકેદારી સેલના પ્રશ્ર્નો વર્ષોથી ધુળ ખાય છે. તે જીલ્લા કલેકટર પંચમહાલ(આઈ.એ.એસ.) અધિકારી સુજલ મયાત્રા તરફથી એન.બી.રાજપૂત પ્રાંત ગોધરા યોગ્ય અને ખાતાકીય દરખાસ્ત વહેલી તકે મહેસુલ વિભાગ તરફ રજુ કરે તેવી ફરિયાદો કરવામાં આવેલ છે. રીવ્યુ કેસોના કેટલા પેન્ડીંગ છે. બોગસ ખેડુતોની ફાઈલો પેન્ડીંગ છે. બોગસ ખેડુત પ્રમાણપત્રો આપેલા છે. અર્ધપ્રક્રિયાઓ હોવા છતાં કેસો ચલાવેલા છે. ખોટી સીધી લીટીની અપીલ નામંજુર કરેલ છે. લેન્ડ ગે્રબિંગના ખોટા રીપોર્ટ થયેલા છે અને અસભ્ય વર્તનો અરજદારો સાથે વિડીયો, ઓડિયો પણ ગાંધીનગર તરફ રજુ કરેલા છે. જો ગોધરા પ્રાંત એન.બી.રાજપૂત ગોધરા તથા ફરજ બજાવેલ જીલ્લા કલેકટર પુરવઠા નોડલ અધિકારીના હોદ્દા ઉપર યાને કે બન્ને ફાઈલો જો ઝીણવટ તપાસ કરવામાં આવે અને યોગ્ય સ્પેશ્યલ અધિકારીની ટીમ નિમી યોગ્ય કાયદા તથા મહેસુલ રાહે મહેસુલ મંત્રી ગુજરાત તકેદારી આયોગ મુખ્ય અધિકારી તથા મહેસુલ તપાસણી મુખ્ય અધિકારીઓ તરફ થી તત્કાલીક એન.બી.રાજપૂત પ્રાંત ગોધરાનો રીપોર્ટ દરખાસ્ત જીલ્લા કલેકટર પંચમહાલ સુજલ મયાત્રા મોકલી આપે તેવી તમામ ગોધરાના નાગરિકોની ફરિયાદ છે. જેથી મહેસુલ વિભાગ રાજ્ય સરકાર જીલ્લા કલેકર પંચમહાલ ગોધરા સમક્ષ અર્ધસરકારી પત્ર પાઠવે ક્રમાંક : યગક/232022/જનરલ-1 પ્રાંત તા.4/3/2022 બાબતે યોગ્ય મહેસુલી રેકર્ડ તથા સાચા રીપોર્ટ ગાંધીનગર મહેસુલ વિભાગ સચિવાલય ગાંધીનગર મોકલી આપે તેવી રજુઆતો પણ કરવામાં આવેલ છે. પરંતુ એક જ મગની બે ફાળ હોવાના કારણે મોટા પ્રમાણમાં વિલંબ કરેલ છે. અને પ્રાંત એન.બી.રાજપૂત ભલામણ લેટર લખી દબાણ કરી તા.27/10/2021ના પત્રની 28/10/2021ના રોજ હુકમ કરેલ છે. જે લેન્ડ રેવન્યુ રેકર્ડ વિરૂદ્ધ આરોપી કુતુબદ્દીન અજીમુદ્દીન સૈયદ અને પ્રાંત ગોધરા ફરજ બજાવતા હાલના એન.બી.રાજપૂત દ્વારા કરોડોની લાંચ લઈ ગેરરીતિઓ આચરેલ છે. જેથી ફરિયાદી તરફ થી સોગંદનામા સાથે ગુજરાત સરકાર ગાંધીનગર પંંચમહાલ જીલ્લા કલેકટર ગોધરા અને ભારત સરકારના લોક લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી તરફ આરોપી દ્વારા રજુઆતો કરવામાં આવેલ છે. જેથી આવા અધિકારીઓથી સરકાર બદનામ થાય છે. તેઓ સામે નામી અનામી મિલ્કતો તથા પ્રાંત ગોધરાના વહીવટી નાટે ચલાવેલ કેસો વિગેરે તથા જીલ્લા કલેકટર પંચમહાલ પુરવઠાની ફાઈલો ગુજરાત રાજ્ય સરકાર તપાસ કરે તો ખુબ જ મોટા પ્રમાણની સરકારી વિગેરે ગેરરીતિઓ કરોડોની બહાર આવે તેમ છે. જે ખાતાકીય પગલા લેવાય તેવી ગાંધીનગર સુધી રજુઆતો કરેલ છે.