ગાઝામાં ભૂલથી ઇઝરાયલના ૨૯ સૈનિકોના મોત:પોતાના સાથીઓએ જ ગોળી મારી દીધી

નવું વર્ષ એટલે કે 2024માં પણ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, વર્ષના પ્રથમ દિવસે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) તરફથી ચોંકાવનારા સમાચાર મળ્યા હતા.

રિપોર્ટ અનુસાર ગાઝામાં યુદ્ધ દરમિયાન અત્યાર સુધીમાં કુલ ઈઝરાયલના 172 સૈનિકો માર્યા ગયા છે. તેમાંથી 29ના મોત ફ્રેન્ડલી ફાયર અથવા અકસ્માતથી ફાયરિંગના કારણે થયા હતા. જો સૈનિકો સતર્ક રહ્યા હોત અને નિયમોનું પાલન કર્યું હોત તો આ ઘટનાને અટકાવી શકાઈ હોત.

બીજી તરફ, IDFએ સ્પષ્ટ કર્યું છે કે તે હવે દક્ષિણ લેબેનોનમાં તે જ રીતે હુમલો કરી રહ્યું છે જે રીતે તેણે ગાઝામાં હમાસ પર હુમલો કર્યા છે.

ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ 7 ઓક્ટોબર, 2023ના રોજ શરૂ થયું હોવા છતાં, IDFએ ઓક્ટોબરના અંતમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું હતું. આ પછી અત્યાર સુધીમાં કુલ 172 ઇઝરાયલના 172 સૈનિકો માર્યા ગયા છે.

રિપોર્ટમાં જ કહેવામાં આવ્યું છે કે 29 સૈનિકોના મોત બે કારણોસર થયા છે. પ્રથમ- ફ્રેન્ડલી ફાયર. આનો અર્થ એ છે કે સૈનિક ભૂલથી અથવા દુર હોવાથી તેને ઓળખી ન શકવાને કારણે પોતાના જ સાથી સૈનિકને ગોળી મારી દે છે. બીજું – અકસ્માતથી ફાયરિંગ.

રિપોર્ટમાં જણાવવામાં આવતું નથી કે કેટલા સૈનિકો ફ્રેન્ડલી ફાયર અથવા અકસ્માત ફાયરિંગમાં ઘાયલ થયા છે. માત્ર ફ્રેન્ડલી ફાયરમાં 18 જવાનો શહીદ થયા છે. આમાંના મોટા ભાગના પણ ઓળખી ન શકાયા હોવાથી થયા હતા અને આ લોકો દુર હોવાથી ભૂલને કારણે થયું હતું. હવાઈ ​​હુમલામાં કેટલાક સૈનિકો પણ માર્યા ગયા હતા.

અકસ્માતમાં 9 જવાનોના મોત થયા હતા. કેટલાક આકસ્મિક રીતે તેમના પોતાના બખ્તરબંધ વાહનો દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા અને કેટલાક બિલ્ડિંગ ડિમોલિશન દરમિયાન વિસ્ફોટકોની ઝપેટમાં આવી ગયા હતા.

IDFનું કહેવું છે કે ગાઝામાં એક સાથે અનેક સૈનિકો ઓપરેશન કરી રહ્યા છે. તેમાંથી કેટલાક એવા પણ છે જેમણે યુદ્ધ ક્ષેત્રના પ્રોટોકોલનું સંપૂર્ણપણે પાલન ન કર્યું અને તેના કારણે સેનાને પણ નુકસાન સહન કરવું પડ્યું.

ઇઝરાયલના વિપક્ષના નેતા અને પૂર્વ સંરક્ષણ મંત્રી એવિગડોર લિબરમેને સરકારને કહ્યું છે કે હવે દક્ષિણ લેબેનોન પર પણ કબજો કરવાની જરૂર છે. તેમણે કહ્યું- લેબનોનના કારણે અમે ઘણું સહન કર્યું છે. તેથી, આ નુકસાન પણ તેના દ્વારા ભરપાઈ કરવું જોઈએ. લિબરમેને કહ્યું- આપણે ઓછામાં ઓછા 50 વર્ષ સુધી લેબનોન પર કબજો કરવો જોઈએ. આ સાથે હિઝબુલ્લાનો પણ ખતમ થઈ જશે અને હંમેશા શાંતિ પણ રહેશે.

IDFએ પણ હવે હિઝબુલ્લાહ સામે મોટા પાયે હુમલા શરૂ કર્યા છે. રવિવાર અને સોમવારના રોજ, IDF એ માત્ર દક્ષિણ લેબનોન પર હવાઈ હુમલા જ કર્યા ન હતા પરંતુ ડ્રોન પણ તૈનાત કર્યા હતા. એવું માનવામાં આવે છે કે આ હુમલાઓમાં હિઝબુલ્લાહના ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે અને તેના ઠેકાણાઓને વધુ નુકસાન થયું છે.