બાંગ્લાદેશના નોબેલ પુરસ્કાર વિજેતા યુનુસને છ મહિનાની જેલ થઇ

ઢાકા,બાંગ્લાદેશમાં નોબેલ અર્થશાસ્ત્ર પુરસ્કાર જીતનાર મોહમ્મદ યુનુસને ૬ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. યુનુસને શ્રમ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. જોકે, યુનુસનું કહેવું છે કે આ સમગ્ર મામલો રાજકીય પ્રેરિત છે. ઢાકા લેબર કોર્ટના જજ શેખ મરિના સુલ્તાનાએ સોમવારે તેને ૬ મહિનાની જેલની સજા સંભળાવી હતી અને તેને ૧ મહિનાના જામીન પણ આપ્યા હતા. યુનુસ ઉપરાંત રૂરલ ટેલિકોમના એમડી અશરફુલ, ડાયરેક્ટર નૂરજહાં અને મોહમ્મદ. શાહજહાંનો પણ સમાવેશ થાય છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રિટિશ આર્મીની શીખ મહિલા અધિકારી કેપ્ટન હરપ્રીત ચાંડીએ દક્ષિણ ધ્રુવ પર સોલો ટ્રેકિંગ કરીને રેકોર્ડ બનાવ્યો છે. ચાંડીએ સોશિયલ મીડિયા પર કહ્યું, મેં ફરી એકલા સમગ્ર દક્ષિણ ધ્રુવને માપ્યું છે. જો કે, આ વખતે તેણે દર વર્ષની સરખામણીમાં થોડું ઝડપથી કામ કર્યું, જેના કારણે તેનો પોતાનો રેકોર્ડ તૂટી ગયો.

અફઘાનિસ્તાન સ્થિત ખામા પ્રેસે ’રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ’ના અહેવાલને ટાંકીને અફઘાનિસ્તાન, વિયેતનામ અને રશિયાને પત્રકારો માટે સૌથી ખતરનાક દેશ ગણાવ્યા છે.પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ અફઘાનિસ્તાનમાં સ્વતંત્ર મીડિયાએ તાલિબાન શાસનમાં ભારે દમનનો સામનો કરવો પડ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાન જાસૂસીના આરોપમાં પત્રકારોની ધરપકડ કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે અફઘાનિસ્તાનમાં પત્રકારોની ધરપકડના ઓછામાં ઓછા ૨૧ કેસ નોંધાયા છે.