સીબીઆઇ,ઇડી,આઇટી કેજરીવાલ, તેજસ્વી, મમતા બેનર્જી સામે મોટી કાર્યવાહી કરશે, રાજદનો દાવો

  • ભાજપ રાજકીય રીતે લડવા માંગતી નથી.

પટણા,લોક્સભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ બાકી છે, આવી સ્થિતિમાં આરોપ-પ્રત્યારોપનો દોર તેજ થઈ ગયો છે. રાષ્ટ્રીય જનતા દળના વરિષ્ઠ નેતા મનોજ ઝાએ પટણામાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન મનોજ ઝાએ કહ્યું કે આગામી ચાર મહિનામાં ઈડી,સીબીઆઇ અને આઇટી ભાજપ વિરોધી ચહેરાઓને ઘેરવાનો પ્રયાસ કરશે, આ માહિતી નક્કર સૂત્રો પાસેથી મળી છે. તેમણે એમ પણ કહ્યું કે અમે કદી નફા-નુક્સાનની રાજનીતિ કરી નથી અને તેને માપદંડમાં તોલવી અને જેની ઉપર હાથ લાગે છે તેની પાસે જઈએ.

રાષ્ટ્રીય જનતા દળે આગાહી કરી છે કે આગામી ત્રણ સપ્તાહમાં એટલે કે ૨૨ જાન્યુઆરી સુધી તપાસ એજન્સીઓ સીબીઆઈ, ઈડી, ઈક્ધમટેક્સ બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ, ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન, દિલ્હીના મુખ્ય પ્રધાન સહિત ભાજપની વિરુદ્ધ રહેલા તમામ નેતાઓની ધરપકડ કરશે. મંત્રી અરવિંદ કેજરીવાલ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી શકે છે. પટનામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા મનોજ ઝાએ કહ્યું કે આ દરોડા અને સંભવત: ધરપકડ લોક્સભા ચૂંટણી સુધી ચાલુ રહી શકે છે.

શું તમને નીતિશ કુમાર સાથે મતભેદ છે અને શું નીતિશ કુમાર ઈન્ડિયા એલાયન્સના સંયોજક બની શકે છે? આ અંગે મનોજ ઝાએ કહ્યું કે મતભેદોમાં એટલું સત્ય છે કે આજે સૂર્ય પશ્ચિમમાંથી ઉગ્યો છે. જ્યાં સુધી નીતિશ કુમારને ઈન્ડિયા એલાયન્સના સંયોજક બનાવવાની વાત છે, તો અમારા નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ અને અમારી પાર્ટીનો શરૂઆતથી જ એવો અભિપ્રાય છે કે તેમનાથી વધુ અનુભવી નેતા કોઈ નથી.

ભાજપ પર આરોપ લગાવતા મનોજ ઝાએ કહ્યું કે, હું આ વાત નક્કર માહિતીના આધારે કહી રહ્યો છું. એજન્સીઓમાં કામ કરતા ઘણા અધિકારીઓએ મને કહ્યું છે કે ભાજપ વિરોધી નેતાઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી લેવામાં આવી છે. આ દરમિયાન કેસ બહાર પાડવામાં આવશે. એક એજન્સી બીજી એજન્સીને ફાઈલો આપશે. આ નેતાઓ સામે કોઈપણ રીતે કાર્યવાહી કરવાના પ્રયાસો કરવામાં આવશે. ભાજપ રાજકીય રીતે લડવા માંગતી નથી. તેઓ રાજકીય રીતે પણ લડી શક્તા નથી, તેથી જ તેઓ આ કરી રહ્યા છે. મીડિયાને સતર્ક રહેવાની સૂચના આપતાં તેમણે કહ્યું કે, આ ચાર મહિના સુધી બધાને ભ્રમિત કરવાનો પ્રયાસ છે, આ જાન્યુઆરીથી એપ્રિલના છેલ્લા અઠવાડિયા સુધી ચાલુ રહેશે. તમને દરોડાના સમાચાર આપવામાં આવશે. પરંતુ એપ્રિલ પછી તમને કોઈ જ સમાચાર મળશે નહીં.