પિતાએ પાવડા વડે પુત્રી અને તેના પ્રેમીની હત્યા કરી; પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું

લખનૌ, બદાઉન જિલ્લાના બિલસી પોલીસ સ્ટેશન વિસ્તારના પરૌલી ગામમાં મંગળવારે સવારે લગભગ ૪.૩૦ વાગ્યે ઓનર કિલિંગની ઘટના બની હતી. પિતાએ તેની ૧૯ વર્ષની પુત્રી નીતુ અને તેના ૨૦ વર્ષીય પ્રેમી સચિનની પાવડા વડે હત્યા કરી હતી અને પાવડા વડે પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું.

પરૌલી ગામનો રહેવાસી સચિન પુત્ર સૂરજપાલ હિમાચલ પ્રદેશમાં નોકરી કરતો હતો. તે જ ગામના મહેશની પુત્રી નીતુ સાથે તેને ઘણા સમયથી અફેર ચાલતું હતું. કહેવામાં આવી રહ્યું છે કે સચિન શનિવારે જ હિમાચલ પ્રદેશથી ઘરે પરત ફર્યો હતો. સવારે લગભગ ૪:૦૦ વાગ્યે નીતુ તેના ઘરેથી તૈયાર થઈને સચિનના ઘર તરફ ગઈ. ત્યારબાદ તેના પિતા મહેશ અને અન્ય પરિવારજનોએ તેને જોયો હતો. પિતાએ તેની પાછળ પાવડો લઈને સચિનના ઘરના દરવાજા આગળ નીતુ પર જીવલેણ હુમલો કર્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે સચિને તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. મહેશે તેના પર પણ પાવડા વડે હુમલો કર્યો હતો અને બંનેને પાવડાથી કાપીને મારી નાખ્યા હતા. આ પછી પિતાએ બિલસી પોલીસ સ્ટેશનમાં પાવડો લઈને આત્મસમર્પણ કર્યું. આ ઘટનામાં વધુ લોકો સામેલ હોવાનું કહેવાય છે પરંતુ હજુ સુધી કોઈનું નામ બહાર આવ્યું નથી.

આ બનાવને લઈને ગામમાં ભયનો માહોલ છે. બંને પરિવારો અલગ-અલગ જાતિના છે. સચિન ધુના અને નીતુ કોરી જ્ઞાતિના છે. આ માહિતી મળતાં જ એસએસપી ડો.ઓ.પી. સિંહ, એસપી દેહત રામ મોહન સિંહ અને સીઓ સહિત પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

એસ.પી ડો.ઓ.પી.સિંહ એસે કહ્યું હતું કે બિલસી પોલીસ સ્ટેશન વિસ્તારના પરૌલી ગામમાં એક પિતાએ પોતાની પુત્રી અને તેના પ્રેમીની પાવડાથી કાપીને હત્યા કરી નાખી. આરોપી પિતાએ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. આ મામલે એફઆઇઆર દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.-