સાલારના ક્રેઝ વચ્ચે ફોટો લીધા બાદ ચાહક યુવતીએ પ્રભાસને થપ્પડ જડી

મુંબઇ, સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ હાલ ખૂબ ચર્ચામાં આવી રહ્યો છે. જેનું મુખ્ય કારણ છે તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ સાલાર છે, સાલારને પગલે પ્રભાસને ચાહકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. બીજી બાજુ આ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ ઉપરાંત વિદેશમાં પણ તગડી કમાણી કરી છે. આમ સાલારના વધતા ક્રેઝ વચ્ચે પ્રભાસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર વાત કરવામાં આવે તો પ્રભાસ એરપોર્ટ પર છે અને લોકો તેની સાથે સેલ્ફી લઈ રહ્યા છે. આ દરમિયાન એક છોકરી પણ ત્યાં આવી જાય છે અને તે પ્રભાસને જોઈને ખૂબ જ આનંદમાં આવી જાય છે આ વેળાએ તે પ્રભાસ સાથે ફોટો ક્લિક કરાવે છે. પછી ખુશીની મારી તે તે પ્રેમથી પ્રભાસના ગાલ પર મારતી ત્યાંથી દૂર જઇ નાચવા લાગે છે.

વીડિયોમાં પ્રભાસની પ્રતિક્રિયા પણ દેખાઈ રહી છે, છોકરી તેના ગાલ પર હાથ અથડાવે છે,ત્યારબાદ પ્રભાસ હસતો અને તેના ગાલ પર સ્નેહ કરતો જોવા મળે છે. ખાસ વાત એ છે કે વીડિયો જૂનો છે પરંતુ સાલરની ચર્ચા વચ્ચે વધુ એક વખત વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

સાલારની વાત કરવામાં આવે તો આ ફિલ્મ ૨૨મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ત્યારથી જ મોટાપાયે કમાણી રોળી રહી છે. રિપોર્ટ અનુસાર, ૯ દિવસમાં આ ફિલ્મે દુનિયાભરમાંથી ૫૭૮.૨૯ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જેમાંથી ૩૨૯.૬૨ કરોડ રૂપિયા માત્ર ભારતમાંથી જ કલેક્ટ કરવામાં આવ્યા છે.