રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા સંઘ દ્વારા મોટી અપીલ કરવામાં આવી છે. ઈન્દ્રેશ કુમારે મુસ્લિમ સમુદાયને અભિષેક સમારોહના દિવસે મસ્જિદો, દરગાહ અને મદરેસાઓમાંથી ‘શ્રી રામ, જય રામ, જય જય’ના નારા લગાવવાની અપીલ કરી છે. રામ મંદિરનો અને ‘રામ’નો જાપ કરવા અપીલ કરી છે.
અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દિવસે ગર્ભગૃહમાં રામલલ્લાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. રામ મંદિરના નિર્માણ માટે મુસ્લિમ સમુદાયમાં ઘણું સમર્થન જોવા મળી રહ્યુ છે. રામ મંદિર વિરુદ્ધ બાબરી કેસમાં મસ્જિદ તરફથી અરજી કરનાર ઈકબાલ અંસારી પણ પીએમ મોદી પર ફૂલ વરસાવતા જોવા મળ્યા હતા.
આ દરમિયાન આરએસએસના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય ઈન્દ્રેશ કુમારે મુસ્લિમોને 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં પવિત્રાભિષેક સમારોહના અવસર પર મસ્જિદો, દરગાહ અને મદરેસાઓમાં ‘શ્રી રામ, જય રામ, જય જય રામ’ના નારા લગાવવાની અપીલ કરી છે.
રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા સંઘ દ્વારા મોટી અપીલ કરવામાં આવી છે. ઈન્દ્રેશ કુમારે મુસ્લિમ સમુદાયને અભિષેક સમારોહના દિવસે મસ્જિદો, દરગાહ અને મદરેસાઓમાંથી ‘શ્રી રામ, જય રામ, જય જય’ના નારા લગાવવાની અપીલ કરી છે. રામ મંદિરનો અને ‘રામ’નો જાપ કરવા અપીલ કરી છે.
આવતા મહિને 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા અને મંદિર ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાનાર છે. ઈન્દ્રેશ કુમારે આ વાતો ‘રામ મંદિર, રાષ્ટ્ર મંદિર-એ કોમન હેરિટેજ’ નામના પુસ્તકના વિમોચન દરમિયાન કહી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાએ તો ત્યાં સુધી કહ્યું કે ભારતમાં રહેતા લગભગ 99 ટકા મુસ્લિમો અને બિન-હિંદુઓ આ દેશના છે.
ઈન્દ્રેશ કુમારે કહ્યું કે ભારતમાં રહેતા લોકોને અપીલ કરી કે જેઓ ઈસ્લામ, ખ્રિસ્તી, શીખ અથવા અન્ય કોઈ ધર્મનું પાલન કરે છે તેઓ 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લે. કુમાર આરએસએસ સાથે જોડાયેલા મુસ્લિમ રાષ્ટ્રીય મંચના મુખ્ય સંરક્ષક પણ છે. તેમણે 22 જાન્યુઆરીના રોજ કુલ 11 વખત ‘શ્રી રામ, જય રામ, જય જય રામ’ના જાપ કરવાની અપીલ કરી છે.
ઈન્દ્રેશ કુમારે એમ પણ કહ્યું કે માત્ર આ જ જાપ જ નહીં પરંતુ તમામ બિન-હિંદુઓએ પણ 22 જાન્યુઆરીની સાંજે પોતાના ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ. તેમજ રામ મંદિરનો કાર્યક્રમ ટીવી પર જોવો જોઈએ. આરએસએસના નેતાએ નેશનલ કોન્ફરન્સના ફારૂક અબ્દુલ્લાની ટિપ્પણી પર પણ વળતો પ્રહાર કર્યો જેમાં અબ્દુલ્લાએ કહ્યું હતું કે ભગવદ્ રામ માત્ર હિન્દુઓ માટે જ નહીં પરંતુ વિશ્વના તમામ લોકો માટે છે.