વડાપ્રધાન મોદી ૧૨ જાન્યુઆરીએ ‘મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક’નું ઉદ્ઘાટન કરશે

મુંબઇ, દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ૧૨ જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ આ જાણકારી આપી છે. ઝ્રસ્એ માહિતી આપી છે કે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટ હેઠળ મુંબઈમાં સીવરી અને રાયગઢ જિલ્લાના ન્હાવા શેવા વિસ્તાર વચ્ચેનો મુસાફરીનો સમય ઘણો ઓછો થશે. આ પુલને દેશનો સૌથી લાંબો દરિયાઈ પુલ કહેવામાં આવી રહ્યો છે. આ પુલ તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં આથક વૃદ્ધિ અને વિકાસ લાવશે. ચાલો જાણીએ તેની કેટલીક ખાસિયતો.

મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક કુલ ૨૧.૮ કિલોમીટર લાંબો પુલ છે જેમાં ૬ લેન છે. તેમાંથી ૧૬.૫ કિમીનો બ્રિજ સમુદ્ર પર છે અને બાકીનો ૫.૫ કિમી જમીન પર છે. તેને ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ પણ કહેવામાં આવી રહ્યો છે. આ પુલ નવી મુંબઈના છેડે નેશનલ હાઈવે ૪બી પર સેવરી, શિવાજી નગર, જસ્સી અને ચિર્લે ખાતે ઇન્ટરચેન્જ હશે. તે મુખ્ય મુંબઈ પુણે એક્સપ્રેસવે સાથે પણ જોડાશે, જે રાજ્યના બે સૌથી મોટા શહેરોને જોડે છે.

મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક બ્રિજનું નિર્માણ વર્ષ ૨૦૧૮માં શરૂ થયું હતું. આ પુલના નિર્માણનો સમય ૪.૫ વર્ષ સુધીનો હતો. જો કે, કોરોના રોગચાળાને કારણે, પ્રોજેક્ટ પૂર્ણ થવામાં ૮ મહિના જેટલો વિલંબ થયો હતો. આ બ્રિજનું ઉદ્ઘાટન અગાઉ ૨૫મી ડિસેમ્બરે કરવાની દરખાસ્ત હતી પરંતુ તે થઈ શક્યું ન હતું. માહિતી અનુસાર, આ પુલ તમામ ક્ષમતા પરીક્ષણો પાસ કરી ચૂક્યો છે અને વાહનોની અવરજવર માટે ખોલવા માટે તૈયાર છે.

મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક માટે આંતરરાષ્ટ્રીય સહકાર એજન્સી દ્વારા સત્તાવાર વિકાસ સહાય લોન આપવામાં આવી છે. આ બ્રિજ પરના ટોલ અંગેનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશે. અહેવાલ મુજબ,એમએમઆરડીએએ ૫૦૦નો ટોલ પ્રસ્તાવિત કર્યો છે પરંતુ ચૂંટણીની મોસમને ધ્યાનમાં રાખીને તેમાં ઘટાડો કરી શકાય છે.