ગોધરા રેલ્વે સ્ટેશન પાસેથી દિલ્હી કશ્મીર ગેટના ઈસમને 542 ગ્રામ સોનાના જથ્થા સાથે ઝડપ્યો હતો અને એફ.એસ.એલ.માં મોકલતાં 97 ટકા સોનું હોવાના ખુલાસો

  • કેપ્સુલ આકારમાં લઈ જવાતા સોનાના જથ્થામાં 96 ટકા સોનુંં 3 ટકા સેલેનિયત અન્ય મિશ્રણ એફ.એસ.એલ. રીપોર્ટમાં ખુલાસો.

ગોધરા,ગોધરા રેલ્વે સ્ટેશન પાસેથી બી ડીવીઝન પોલીસે શંકાસ્પદ ઈસમને ઝડપીને અંદાજીત 500 ગ્રામ સોનાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ઝડપાયેલ સોના જેવા પદાર્થને એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યો હતો. જેમાં એફ.એસ.એલ. રિપોર્ટમાં ખુલાસો થયો કે 97 ટકા સોનું અને 3 ટકા સેલેનિયમ અને અન્ય મિશ્રણ હોવાનું સામે આવ્યું છે.

ગોધરા રેલ્વે સ્ટેશન પાસેથી શંકાસ્પદ રીતે પસાર થતાં ઈસમને બી ડીવીઝન પોલીસે રોકી બેગ માંથી સોના જેવા પદાર્થ કબ્જે લેવામાં આવ્યો હતો. પકડાયેલ ઈસમ અદનાન સુલેમાન કુરેશી (મૂળ-દિલ્હી કશ્મીરી ગેટ)નો રહિશ હોય અને ગોધરાના સામીના નાટી નામની મહિલાએ આવ્યો હોય અને ટ્રેન મારફતે દિલ્હી પહોંંચાડવાનો હતો. તે પહેલા પોલીસ દ્વારા સોના જેવા પદાર્થ ઝડપી પાડવામાં આવ્યો હતો અને ટ્રેન દિલ્હી પહોંચાડવાનો હતો. તે પહેલા પોલીસ દ્વારા સોના જેવા પદાર્થ ઝડપી પાડવામાંં આવ્યો હતો અને તપાસ માટે એફ.એસ.એલ.માં મોકલી આપવામાં આવ્યો હતો. એફ.એસ.એલ.ના રિપોર્ટ આવતાં ખુલાસો થયો છે કે, શંકાસ્પદ 525 ગ્રામ સોનું અને 3 ટકા સેલેનિયમ અને અન્ય મિશ્રણમાં કેપ્સુલ આકાર આપીને સોનાની હેરાફેરી કરાતી હોવાનું એફ.એસ.એલ. રિપોર્ટ બાદ ખુલવા પામ્યું છે. ગોધરા બી ડીવીઝન પોલીસે સોનાના જથ્થા સાથે ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે પરંતુ દિલ્હીના પકડાયેલ ઈસમ દ્વારા સોનાની હેરાફેરી કરવામાં સંકડાયેલ ગોધરાની મહિલા સમીના નાટી પોલીસ પકડથી દુર છે. ગોધરા બી ડીવીઝન પોલીસ દ્વારા સોનાની હેરાફેરી કરાવતી મહિલાની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મહિલા પોલીસ પકડમાં આવે તો સોનાની હેરાફેરી કેટલા સમયથી અને દિલ્હીમાં કોને મોકલવામાં આવતી હતી. તેનો ખુલાસો થઈ શકે છે.