ગોધરાના વાલીફળીયા નં.3માં રહેતા એ ખોટી રજુઆતો થયેલ કાર્યવાહીમાં સમાધાન કરવા અધિકારીઓના નામે પાંચ લાખ પડાવી લેતાં બી ડીવીઝન પોલીસમાં લેખિત રજુઆત

ગોધરા, ગોધરા વાલી ફળીયામાં રહેતા આરોપી ઈસમે ફરિયાદીના દિકરા દ્વારા અદાવત રાખી ખોટી રીતે સરકારી અને અર્ધ સરકારી તેમજ સામાજીક રીતે રજુઆત કરેલ હતી અને તારા કેસોમાં ખોટી કાર્યવાહી થયેલ હોય તે બાબતે મામલતદાર, પ્રાંત અધિકારી અને પોલીસ અધિક્ષકને પૈસાનો વ્યવહાર કરી આપવા અર્થે 2 ડિસેમ્બર 2023ના પાંચ લાખ રૂપીયા લઈ ગયેલને પરત અપાવવા માટે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે રજુઆત કરી છે.

ગોધરાના ગોન્દ્રા લીલેસરા રોડ ઉપર રહેતા સિદ્દીક હુસેન જુજારાને આરોપી કાસમ હુસેન હઠીલા ઉર્ફે કાસમ ગઢી સારા સંબંધો હતા. 2017માં ફરિયાદીના દિકરા શોકતના લગ્ન આરોપીની દિકરી સાથે લગ્ન કરવા માટેની વાત કી હતી. જેથી સિદ્દીક હુસેન જુજારા એ દોસ્તી અને ભાઈઓ જેવા સંબંધ સારૂ ન લાગે તેમ કહેવા છતાં આરોપીએ તેની દિકરીના લગ્ન કરવા મથામણ કરેલ હતી. તે બાબતની વેરઝેર રાખેલ હતી અને સિદ્દીક હુસેન જુજારા અને તેના દિકરા શોકત વિશે ખોટી રીતે સરકારી, અર્ધસરકારી અને સામાજીક રીતે અમારા વિશે રજુઆત કરેલ હોય હાલમાં આરોપીએ હાથ મિલાવીને મળ્યા હતા. તારા તમામ ખાતાકીય ખોટી અરજી અને રજુઆતો કરેલ તેની માફી માંગુું છું. તારા કેસો અર્થે ખોટી કાર્યવાહી થયેલ હોય તે માટે મામલતદાર, પ્રાંત અધિકારી એન પોલીસવડાને મારી રીતે પૈસાનો વ્યવહાર કરી નિકાલ કરવા માટે 2/12/2023 એ 5,00,000/-રૂપીયા (પાંચ લાખ) લઈ ગયેલ અને અઠવાડિયામાં કેસોના નિકાલ માટે જણાવેલ ત્યારથી અન્યાર સુધી સરકારી ગુણવણીના વાતો કરી ખોટા વાયદા કર્યા હતા અને હજુ સરકારી કચેરીમાં આપવા માટે 2,00,000/-રૂપીયાની રકમ આપવી પડશે તેમ કહી ખંડણી ખોર ઈસમ દ્વારા અધિકારીઓના નામે ખોટા પૈસા પડાવતો હતો અને ધણા અરજદારો પાસેથી પૈસા ઉધરાવી લઈ સરકારી અધિકારીઓને બદનામ કરતો હોય તેમજ સિદ્દીક હુસેન જુજારા ફરિયાદી પાસેથી લીધેલ પાંચ લાખ રૂપીયા પરત અપાવવા માટે ગોધરા બી ડીવીઝન પોલીસ અને જીલ્લા પોલીસવડાને લેખિત રજુઆત કરી.