શહેરા, શહેરા રામજી મંદિર ખાતેથી વિધાનસભા ગૃહના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડ ની ઉપસ્થિતિમાં અયોધ્યા થી પૂજા કરી આવેલા અક્ષત કળશ શોભા યાત્રા નીકળી હતી. ભગવાન રામના ભક્તિમય ગીતો વચ્ચે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ, સહિત ઉપસ્થિત રામ ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહ નો માહોલ જોવા મળી રહયો હતો.
બાવીસ જાન્યુઆરી, 2024એ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. આગામી લોકસભા ચૂંટણી પહેલાં થનારા આ કાર્યક્રમ માટે ભાજપ દ્વારા મોટા પાયે તૈયારીઓ થઈ રહી છે. ત્યારે પંચમહાલ જીલ્લાના શહેરા રામજી મંદિર ખાતે વિધાનસભા ગૃહના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડએ ભગવાન રામ ના દર્શન કરીને અયોધ્યા થી પૂજા કરી આવેલા અક્ષત કળશ શોભા યાત્રા નીકળી હતી. ભક્તિમય માહોલ સાથે જય જય રામના નાંદ વચ્ચે ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડ, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ જીગ્નેશભાઇ પાઠક, તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલીયા, નગર ભાજપ યુવા મોરચા પ્રમુખ મયુરભાઈ શાહ, ધર્મેન્દ્ર પટેલ, રાજેન્દ્ર સિંહ પરમાર, અંબાલાલભાઇ વાળંદ, બિપીનભાઇ પ્રજાપતિ, જીગ્નેશભાઇ સોમાલાલ શાહ તેમજ બિપીન પ્રજાપતિ, અશ્ર્વિન પ્રફુલ ભાઇ વણકર સહિતના રામ ભક્તો માં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. અયોધ્યા થી પૂજા કરી આવેલા અક્ષત કળશ શોભાયાત્રાનું રામ ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાન રામના ભક્તિમય ગીતો વચ્ચે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ, સહિત ઉપસ્થિત રામ ભક્તો ખુશીથી નાચતા જોવા મળી રહયા હતા. આ અક્ષત કળશ શોભાયાત્રામાં નગર ભાજપ યુવા મોરચા પ્રમુખ મયુરભાઈ શાહ, પ્રભારી પરેશભાઈ ચૌહાણ, તાલુકા ભાજપ મહામંત્રી સંજયભાઈ બારીયા, સિધ્ધરાજસિંહ સોલંકી, કિરીટભાઈ બારીયા, રાકેશભાઈ ચૌહાણ સહિત સંઘ, વિશ્ર્વ હિન્દુ પરીષદ, તેમજ હિન્દુ સમાજના વિવિધ સંગઠનો સહિત નગર અને તાલુકા માંથી મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા.