દે.બારીયા,દેવગઢ બારીયાની આહાર સંસ્થા થકી ગરીબ ઝૂંપડપટ્ટીના અને કોઈ દિવસ બહારગામ ન જઈ શક્યા હોય તેવાં વૃદ્ધ અને અશક્ત 57 લોકોને બિલકુલ મફત કચ્છ, ભુજ, ભુજેડી, રણોત્સવ, કોટેશ્ર્વર મહાદેવ, નારાયણ સરોવર, માંડવી સ્વામિનારાયણ મંદિર, જીનાલય, અંબેધામ, માંડવી બીચ અને જેસલ તોરલ સમાધિનો લકઝરી બસ દ્વારા પ્રવાસ રહેવા જમવા, ચા, નાસ્તાની સગવડ ઉપરાંત દરેકને રોકડા રૂપિયા 300/- હાથ ખર્ચી આપીને લઇ ગયા છે. ત્રણ દિવસના પ્રવાસ બાદ સૌ પ્રવાસીઓ આવત્રી કાલે વહેલી સવારે પરત આવશે. વરસના અંતિમ દિવસની ઉજવણી ધાર્મિક પ્રવસ્થી થતાં સૌ માં અનેરી ખુશી ચહેરા પર સ્પષ્ટ જણાતી હતી.