દાહોદ, દાહોદ શહેરમાં રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ દ્વારા પથ સંચાલન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના આગેવાનો, કર્મચારીઓ હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં અંદાજે 4500થી વધુ સ્વયંમ સેવકોએ ભાગ લીધો હતો.
દાહોદ શહેરના ઈન્દૌર-અમદાવાદ નેશનલ હાઈવેની બાજુમાં આવેલ સ્થળે રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ દ્વારા પથ સંચાલન કરવામાં આવ્યો હતો. વ્રજ શક્તિ સંગત કાર્યક્રમ અંતર્ગત મહા પથ સંચાલન કરવામાં આવ્યું હતું. મહા પથસંચલનમાં જીલ્લાના 4500 કરતાં વધુ સ્વયંમ સેવકોએ ભાગ લીધો હતો. મહા પથસંચલન દાહોદના ઈન્દૌર હાઈવેથી શરૂ કરી પડાવ વિસ્તાર, નગરપાલિકા ચોક, યાદગાર ચોક, ગોવિંદનગર, એપીએમસી રોડ થઈ નીજ થઈ સંઘ સ્થાન પંહોચ્યાં હતાં. તાજેતરમાં થયેલ ચુંટણીમાં સંઘ સાથે સંકળાયેલા છેવાડાના કાર્યકરને મુખ્યમંત્રીનો તાજ પહેરાવવા સંઘની અને ભાજપના સંગઠનમાં એક પ્રકારનો નવો ઉત્સાહ અને જોમ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં આ પંથસંચલન કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના આગેવાનો, કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.