દાહોદ, ગામના તળાવે કપડા ધોયા બાદ ત્યાંથી નજીકના ઝાડવામાં કુદરતી હાજતે ગયેલ દાહોદ જીલ્લાની 19 વર્ષીય છોકરી સાથે તેના જ ગામના યુવાને બળજબરીથી દુષ્કર્મ આચરી તે યુવાને અવાર નવાર દુષ્કર્મ કરતો વીડીયો ઉતારી તે છોકરીની સગાઈ માટેની ચાલી રહેલી વાતચીત ટાણે સગાઈ તોડવા માટે તે યુવાને પોતાના મોબાઈલથી અલગ અલગ મોબાઈલમાં વીડીયો તથા ફોટા વાયરલ કરતા તે છોકરીએ પોલીસમાં ફરિયાદ કર્યાનું જાણવા મળ્યું છે.
દાહોદ જીલ્લાની 19 વર્ષીય કુંવારી છોકરી ગત તા. 12-5-2023ના રોજ સવારના સાડા અગ્યાર વાગ્યાના સુમારે ગામના તળાવે કપડા ધોવા ગઈ હતી અને ત્યાંથી તે નજીકના ઝાડવામાં કુદરતી હાજતે ગઈ હતી. તે તકનો લાભ લેવા ત્યાં આવેલ તેના જ ગામના હીતેશે તે છોકરી સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું અને અવાર નવાર પોતાના મોબાઈલમાં દુષ્કર્મ કરતા ફોટો અને વીડીયો ઉતાર્યો હતો. ત્યાંર બાદ તે છોકરીની વાતચીત ચાલતી હતી. તે વાતની આ લપુંટ યુવાનને ખબર પડી જતાં તે છોકરીની સગાઈ તોડવા માટે તે યુવાને પોતાના મોબાઈલી અલગ અલગ મોબાઈલમાંં દુષ્કર્મ આચરતા ફોટા અને વિડિયો વાયરલ કરી દીધા હતા. જેથી તે છોકરીની સગાઈ થતાં થતાં અટકી ગઈ હતી. આ સંબંધે દુષ્કર્મનો ભોગ બનેલ 19 વર્ષી પીડીયાએ તેના જ ગામના લપંટ યુવાન વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઈપિકો કલમ 376,376(2)(એન) તથા આઈ.ટી એક્ટ 66(ઈ), 67, 67(એ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.