પીપલોદ દે.બારીયા હાઈવે રોડ ઉપર ટ્રક અને ફોર વ્હીલ વચ્ચે અકસ્માતમાં કારમાં બેઠેલ બે વ્યકિતને ઈજાઓ સારવાર દરમિયાન 1નું મોત

દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે પીપલોદ-બારીયા મનેશનલ હાઈવે રોડ પર પુરપાટ દોડી જતી ટ્રક અને નેક્સોના ફોરવ્હીલ ગાડી વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ફોરવ્હીલ ગાડીમાં બેઠેલ બે જમાને ગંભીર ઈજાઓ થતાં તે બંનેને સારવાર માટે વડોદરા લઈ જવાતાં બે પૈકી એકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.

એક ટ્રક ચાલક તેના કબજાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવતાં પીપલોદ ગામે પીપલોદબારીયા નેશનલ હાઈવે રોડ પર એમ.પી. પાસીંગની નેક્સોન ફોરવ્હીલ ગાડી વળવાં જતાં ફોરવ્હીલ ગાડી ટ્રકના પાછળના ભાગે આવી જતાં ફોરવ્હીલ ગાડીમાં બેઠેલ વિજય નગર ઈન્દોરના ચંદ્રશેખર જોશી તથા તેમની પુત્ર વધુ શ્રેયાબેનગૌરવભાઈ ચંદ્રશેખર જોશી એમ બંનેને માથામાં તેમજ શરીરે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જ્યારે ટ્રકનો ચાલક ટ્રક લઈ નાસી ગયો હતો. ગંભીર ઈજાગ્રસ્ત સસરા ચંદ્રશેખર જશી તથા વહુ શ્રૈયાબેન જોશીને સાવરા માટે દેવગઢ બારીઆ સરકારી દવાખાને ખસલેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ બંનેને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામા આવ્યા હતા જ્યાં ચંદ્રશેખર શાંતારામ જોશીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

આ સંબંધે વિજય નગર ઈન્દૌર ખાતે રહેતા શ્રૈયાબેન ગૌરવભાઈ શાંતારામ જોશીએ નોંધાવેલી ફરિયાદને આધારે પીપલોદ પોલીસે ટ્રકના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.