- રાત્રીના 12 થી 4 વાગ્યા સુધી ખનિજ ચોરી.
- વહીવટી તંત્રને રજુઆત છતાં કાર્યવાહી નહિ કરી ખનન માફિયાઓને છુટ અપાઈ.
ઘોઘંંબા,
ઘોઘંબા તાલુકાના ધનેશ્ર્વર તળાવમાં કેટલાક ખનન માફિયાઓ રાત્રીના સમયે જેસીબી મશીન અને ટે્રકટરો ગોઠવીને ગેરકાયદેસર રીતે માટી ખનન કરવામાં આવતું હોય પંચાયતના સરપંંચ દ્વારા અનેકવાર રજુઆતો કરવા છતાં કાર્યવાહી કરવામાંં નહિ આવતાં ગ્રામજનોમાં તંત્રની રહેમનજર ચર્ચાનો વિષય બન્યો છે.
ઘોઘંબા તાલુકાના ધનેશ્ર્વર તળાવ માંથી કેટલાક ખનન માફિયાઓ દ્વારા કેટલાક ખનન માફિયાઓ દ્વારા રાત્રીના 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધીમાં જેસીબી મશીન અને ટે્રકટરો મુકીને ગેરકાયદેસર રીતે માટીનું ખનન કરવામાં આવી રહ્યું છે. રાત્રીના સમયે માટીનું ખનન કરવા ખનિજ ચોર માફિયાઓ માથાભારે હોવાને કારણે રાત્રીના સમયે કોઈ વ્યકિત વિરોધ કરવાની હિંમત કરતું નથી. એક સામાજીક કાર્યકર દ્વારા માટી ચોરીના વિરોધ કરતાં તળાવ માં દાટી દેવાની ધમકી આપવામાં આવી હતી. ગામના સરપંચ અને યુવાનો દ્વારા તળાવ માંથી રાત્રીના સમયે માટી ચોરીની જાણ મામલતદાર કચેરી, પોલીસ મથકે તેમજ ખાણ ખનિજ વિભાગને કરવામાં આવી છતાં તે જોતાં જાણે ખાણ ખનિજ વિભાગ દ્વારા ખનન માફિયાઓને છુટોદોર અને મૂક સંમતિ આપવામાં આવી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. હવે જોવાનું રહે કે, ધનેશ્ર્વર તળાવ માંથી માટી ખનન કરવા ખનન માફિયાઓ સામે વહીવટી તંત્ર કાર્યવાહી કરે છે કેમ?