ગોધરા તાલુકાના કલ્યાણા ગ્રામ પંચાયતના વિવિધ વિકાસના કામોમાં કૌભાંડ અંગે તપાસની માંગ કરતાં ગ્રામજનો

  • છેલ્લા બે વર્ષ દરમ્યાન આર.સી.સી. રોડ તથા અન્ય કામો લાખોના કરાયા.
  • જુદા-જુદા ફળીયામાં કામો નહી કરીને ગેરરીતિ આચરાઇ.
  • લાખોના કામોની ગોબાચારીની તપાસ માટે રજૂઆત.

ગોધરા,
ગોધરા તાલુકાના કલ્યાણા ગ્રામ પંચાયતમાં ૨૦૧૮-૧૯ તથા ૨૦૧૯-૨૦માં મંજુર થયેલ વિકાસના કામોમાં ગેરરીતિ આચરવામાં આવી છે. ગ્રામ વિસ્તારમાં મંજુર થયેલ કામો સ્થળ ઉપર નહી કરી માત્ર કાગળ ઉપર કામો થયેલ છે. તેવા વિકાસલક્ષી કામોની સ્થળ તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે. ૬.૫૦ લાખની ગેરરીતિ સંદર્ભે ગ્રામજનોમાં રોષ વ્યાપતા તંત્ર તપાસ કરે તે અનિવાર્ય છે.

ગોધરા તાલુકાના કલ્યાણા ગ્રામ પંચાયતમાં ૨૦૧૮-૧૯ તથા ૨૦૧૯-૨૦માં સરકારની વિવિધ યોજનાઓમાં વિકાસલક્ષી કામો મંજુર થયેલ હતા. ગ્રામ પંચાયતના રાણીયાવી મુવાડીના પરમાર ફળીયામાં સી.સી.રોડ માટે ૨,૫૦,૦૦૦/-રૂપીયા મંજુર થયેલ છે. જે કામ આજદિન સુધી સ્થળ ઉપર કરવામાં આવ્યું નથી. ગ્રામ પંચાયત દ્વારા આ કામને માત્ર કાગળ ઉપર પૂર્ણ બતાવી દેવામાં આવ્યું છે. રાણીયાવી મુવાડીના મંદિર ફળીયાના વિકાસલક્ષી કામો માટે ૩,૦૦,૦૦૦/- લાખ રૂપીયાના વહીવટી મંજુરી થયેલ છે. સ્થળ ઉપરથી હકીકત જોવા જઈએ તો રાણીયાવી મુવાડી ફળીયામાં સત્તગુ‚ સાહેબનું મંદિર એકલું આવેલ છે. આ સ્થળે મંદિર ફળીયું હયાત નથી. તેમ છતાં તમામ ગ્રાન્ટ ફકત કાગળ ઉપર બતાવીને ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચ તથા લાગતા વળગતા કર્મચારીઓ ભેગા મળી કોઈપણ જાતના વિકાસ કામ કર્યા વગર સરકારી ગ્રાન્ટના નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે. કલ્યાણા ગ્રામ પંચાયતના સરપંચના ઘર આગળ પેવર બ્લોક બેસાડવા માટે ૧,૦૦,૦૦૦/-લાખ રૂપીયા મંજુર કરેલ છે. જે સ્થળ ઉપર કામ થયેલ નથી. ત્યારે સરકાર દ્વારા ગ્રામ પંચાયત વિસ્તારોના વિકાસ માટે ફળવાતી લાખો ‚પીયાની ગ્રાન્ટોમાં વિકાસના કામો નહી કરીને સરકારી વિકાસલક્ષી કામો સ્થળ ઉપર નહી કરી માત્ર કાગળ ઉપર કામોને પુરા કરીને ગેરરીતિ આચરવામાં આવી છે. ત્યારે કલ્યાણા ગ્રામ પંચાયત વિસ્તારમાં ૨૦૧૮-૧૯ તથા ૨૦૧૯-૨૦માં મંજુર થયેલ વિકાસલક્ષી યોજનાઓના કામોની સ્થળ તપાસ કરવામાં આવે તો ખૂબ મોટું કૌભાંડ બહાર આવી શકે છે. અત્રે નોંધનીય છે કે, ગોધરા તાલુકાના કલ્યાણ ગામમાં તાલુકા તંત્ર દ્વારા આ સમયગાળા દરમ્યાન ૬.૫૦ લાખ વિવિધ વિકાસના કામ માટે ફાળવવામાં આવ્યા હતા પરંતુ સ્થાનિક નેતાગીરી અને તંત્રની મિલીભગતથી પાણીના હેન્ડ પંપ તથા આર.સી.સી.રોડ સ્થળ ઉપર કરવામાં આવ્યા છે.

કલ્યાણા પંચાયત રાણીયાની મુવાડી ગામમાં વહીવટી મંજુરી વર્ષ-૨૦૧૮/૨૦૧૯/૨૦ના ઉપરોકત કામોની તપાસની માંગ કરાઈ રહી છે તેની યાદી

ગ્રામ પંચાયત વહીવટી મંજુરીવાળાકામનું સ્થળ કામનુ નામ કામ પુર્ણ થયેલ ખર્ચ
કલ્યાણા રાણીયાની મુવાડી મંદિર ફળિયા સી.સી.રોડ ૩,૦૦,૦૦૦/-
કલ્યાણા કલ્યાણા ખોડિયાર મંદિર ફળિયા સી.સી.રોડ ૧,૦૦,૦૦૦/-
કલ્યાણા રાણીયાની મુવાડી મંદિર ફળિયા સી.સી.રોડ ૨,૫૦,૦૦૦/-
કલ્યાણા કલ્યાણા ગામે સ્ટ્રીટલાઈટ ૨,૦૦,૦૦૦/-
કલ્યાણા કલ્યાણા ગામે એલ.ઈ.ડી.લાઈટ ૧,૦૦,૦૦૦/-
કલ્યાણા રાણીયાની મુવાડી ફળિયા પમ્પિંગ મશીનરી ૧,૦૦,૦૦૦/-
કલ્યાણા પાંદેળ ફળિયા હયાતબોર ઉપર મોટર ટાંકી —————————
કલ્યાણા રાણીયાની મુવાડી ફળિયા પાઈપલાઈનનુ કામ બીજો હપ્તો
કલ્યાણા ગ્રામ પંચાયતની કચેરીમાં ફર્નીચરનુ કામ ——————————–

વર્ષ-૧૯/૨૦માં ૧૧ લાખના કામોની પણ તપાસ થવી જોઈએ : ગ્રામજનો

જાણવા મળ્યા અનુસાર ભુતકાળમાં કરાયેલા કામો કે હાલ જે પ્રગતિમાં અર્થાત વર્ષ-૧૯/૨૦માં હાથ ધરાયેલા મોટાભાગના સ્ટ્રીટલાઈટ તથા આર.સી.સી.રોડમાં પણ ગેરરિતી આચરાઈ હોવાના આક્ષેપો ઉઠતા તપાસની માંગ ગ્રામજમાં જણાવી રહ્યા છે. જે તે વર્ષમાં મંજુર થયેલા કામોમાં રૂ.૩ લાખના મંદિર ફળિયાનો રોડ, રૂ.૧ લાખ નર્મદા કેનાલથી લીલાપુરા ફળિયા,રૂ .૧ લાખની જુના ધુસર મહાદેવ મંદિર, રૂ.૧ લાખનો ખોડિયાર મંદિર ફળિયુ, રૂ .૫૦ હજારનો જુનો ધુસર ફળિયુ, રૂ.૨.૫૦ લાખનો રાયણના મુવાડીનો પરમાર ફળિયુ,રૂ .૧ લાખની સ્ટ્રીટલાઈટ,રૂ .૧ લાખનો જુના ધુસર ફળિયુ,રૂ .૮૬ હજારનો અમરેશ્ર્વર ફળિયુ,રૂ .૪ હજારનો ઈન્ફોર્મેશન બોર્ડનો સમાવેશ થાય છે. કલ્યાણા ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરાયેલા જુદા જુદા ફળિયાના રસ્તાઓ તકલાદી બનાવ્યા હતા. સરકારના નિયત પ્રમાણે અને ટેન્ડર મુજબ સામગ્રી નહિ વાપરીને બિનગુણવત્તા યુકત રસ્તાઓ બનાવ્યા હતા. તો કેટલાંક રસ્તાઓ સરકારી ચોપડે દર્શાવીને ખાપકી કરવામાં આવી હતી. એક અંદાજ મુજબ એક જ વર્ષમાં આશરે ૧૧ લાખના વિવિધ કામોની પણ તપાસ હાથ ધરવામાં આવે તો તંત્રને ભ્રષ્ટાચાર જણાઈ જાય તેવી શકયતાઓ ગ્રામજનો વ્યકત કરી રહ્યા છે. વહેલી તકે ડી.ડી.ઓ. દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ છે. જો કે આ પૈકી મહત્વના કામો ગ્રામ પંચાયતે અર્થાત તત્કાલિન સરપંચ તથા અન્ય સભ્યો મળીને વિકાસના નામે સરકારી નાણાંનો વ્યર્થ થયાના આક્ષેપો ઉઠ્યા છે.