નવીદિલ્હી, વર્ષના અંતિમ દિવસે વડાપ્રધાન મોદીના મન કી બાત કાર્યક્રમનો ૧૦૮મો એપિસોડ યોજાયો હતો, આ કાર્યક્રમ દરમિયાન નવા વર્ષની શરુઆત પહેલા દેશની જનતાને વડાપ્રધાને શુભેચ્છા પાઠવવાની સાથે સ્વાસ્થ્ય, સ્વ તથા દેશનો વિકાસ, રામ મંદિર સહિતના મુદ્દે વાત કરી છે.
આજે વર્ષનો છેલ્લો દિવસ છે. એક તરફ આ વર્ષ પૂરું થઈ રહ્યું છે અને બીજી તરફ થોડા કલાકોમાં નવા વર્ષની એન્ટ્રી થવાની છે. વર્ષના અંતિમ દિવસે એટલે કે ૩૧મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા લોકો સાથે સીધા જોડાયા હતા, પીએમ મોદીની મન કી બાતનો આ ૧૦૮મો એપિસોડ હતો. આજના કાર્યક્રમમાં પીએમ મોદીએ નવા વર્ષની શુભેચ્છા આપવાની સાથે સંસ્કૃતિ, સ્વાસ્થ્ય અને દેશના યુવાનોની તાકાત સહિત રામ મંદિર અને ગુજરાતની પણ ખાસ વાત કરી હતી..PMમોદીએ મન કી બાતમાં કહ્યું, ‘તમારા બધાને ૨૦૨૪ માટે ઘણી શુભકામનાઓ. આ ૧૪૦ કરોડ ભારતીયોની તાકાત છે કે આ વર્ષે આપણા દેશે ઘણી વિશેષ સિદ્ધિઓ હાંસલ કરી છે.મોદીએ મન કી બાતમાં કહ્યું, ‘તમને બધાને ૨૦૨૪ માટે ઘણી શુભકામનાઓ, આ ૧૪૦ કરોડ ભારતીયોની તાકાત છે કે આ વર્ષે આપણા દેશે ઘણી વિશેષ સિદ્ધિઓ હાંસલ કરી છે.
આપણે ૨૦૨૪માં પણ આ જ ભાવના અને ગતિ જાળવી રાખવાની છે. મિત્રો, આજે પણ ઘણા લોકો મને ચંદ્રયાન-૩ની સફળતાને લઈને મેસેજ મોકલી રહ્યા છે. મને ખાતરી છે કે મારી જેમ તમે પણ આપણા વૈજ્ઞાનિકો અને ખાસ કરીને મહિલા વૈજ્ઞાનિકો પર ગર્વ અનુભવશો.
પીએમ મોદીએ કહ્યું કે ‘આ ૧૦૮ એપિસોડમાં આપણે જનભાગીદારીના ઘણાં ઉદાહરણ જોયા છે, તેનાથી પ્રેરણા મળી છે. હવે એ પડાવ પર પહોંચ્યા બાદ, આપણે નવી શરુઆત કરવાની છે. નવી ઉર્જા અને વધુ તેજી સાથે આગળ વધવાનો સંકલ્પ લેવાનો છે.’ ૧૦૮ નંબરના મહ્તવ અંગે વાત કરીને તેમણે કહ્યું કે, ‘૧૦૮ નંબરનું મહત્વ, તેની પવિત્રતા એ ઊંડા અભ્યાસનો વિષય છે. જપમાળામાં ૧૦૮ માળા, ૧૦૮ વખત જાપ, ૧૦૮ દિવ્ય ગોળા, મંદિરોમાં ૧૦૮ સીડી, ૧૦૮ ઘંટ, આ ૧૦૮ની સંખ્યા અપાર શ્રદ્ધા સાથે જોડાયેલી છે. પીએમએ કહ્યું, ‘મન કી બાત દ્વારા તમને મળ્યા પછી મને પણ આ જ અનુભૂતી થાય છે, આ આપણી સહિયારી યાત્રાનો ૧૦૮મો એપિસોડ છે. મન કી બાત એટલે તમને મળવાની એક શુભ તક, અને જ્યારે અમે અમારા પરિવારના સભ્યો સાથે મળીએ છીએ, ત્યારે તે ખૂબ જ આનંદદાયક અને સંતોષકારક હોય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં વધુમાં કહ્યું કે ‘સ્વસ્થ રહો, ફિટ રહો’, વર્ષ ૨૦૨૪ની શરૂઆત કરવા માટે તમારી પાસે પોતાની ફિટનેસથી મોટો સંકલ્પ શું હોઈ શકે? મારા પરિવારના સભ્યો.. થોડા દિવસો પહેલા કાશીમાં એક પ્રયોગ થયો હતો, જેના વિશે હું ‘મન કી બાત’ના શ્રોતાઓને જણાવવા માંગુ છું. હું આજની યુવા પેઢીને રીઅલ-ટાઇમ ટ્રાન્સલેશન સંબંધિત છૈં ટૂલ્સને વધુ એક્સપ્લોર કરો, તેને ૧૦૦% ફુલ પ્રૂફ બનાવવો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં વધુમાં કહ્યું હતું કે, ‘મિત્રો, આજે શારીરિક સ્વાસ્થ્ય અને સુખાકારીની ઘણી ચર્ચા થાય છે, પરંતુ તેની સાથે જોડાયેલ બીજું મહત્વનું પાસું છે માનસિક સ્વાસ્થ્ય. હું તમને બધાને વિનંતી કરીશ કે ફિટ ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા માટે નવીન સ્વાસ્થ્ય સંભાળ સ્ટાર્ટઅપ્સ વિશે મને લખતા રહો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે ‘મિત્રો, જ્યારે નટુ-નટુને ઓસ્કાર મળ્યો ત્યારે આખો દેશ આનંદથી ઉછળી પડ્યો હતો. ‘ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ’ માટેના સન્માન વિશે સાંભળીને કોણ ખુશ ન થયું? આના દ્વારા વિશ્વએ ભારતની રચનાત્મક્તા જોઈ અને પર્યાવરણ સાથેના અમારું જોડાણ સમજ્યું.
મન કી બાતમાં પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ગુજરાતમાં ડાયરાની પરંપરા છે. આખી રાત ડાયરામાં હજારો લોકો જોડાય છે અને મનોરંજનની સાથે જ્ઞાન પણ મેળવે છે. આ ડાયરીમાં લોક્સંગીત, લોક્સાહિત્ય અને હાસ્યની ત્રિપુટી સૌના મનને આનંદથી ભરી દે છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, મારા પરિવારના સભ્યો, અયોધ્યા માં રામ મંદિરને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉમંગ છે. લોકો પોતાની લાગણીઓ અલગ અલગ રીતે વ્યક્ત કરી રહ્યા છે. મારા મનમાં એક વાત આવી રહી છે કે શું આપણે બધાએ આવી બધી રચનાઓ એક જ હેશટેગ સાથે શેર કરવી જોઈએ. હું તમને વિનંતી કરું છું કે તમારી રચનાઓ સોશિયલ મીડિયા પર (શ્રી રામ ભજન) હેશટેગ સાથે શેર કરો.
પીએમ મોદીએ આગળ કહ્યું, ‘૨૦૨૪ હવે થોડા કલાકો દૂર છે. ભારતની સિદ્ધિઓ દરેક ભારતીયની સિદ્ધિઓ છે. આપણે પાંચ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને ભારતના વિકાસ માટે સતત કામ કરવાનું છે.
આપણે જે પણ કામ કરીએ, જે પણ નિર્ણય લઈએ, આપણો પહેલો માપદંડ એ હોવો જોઈએ કે તેમાંથી દેશને શું મળશે, તેનાથી દેશને શું ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, ‘નેશન ફર્સ્ટ- આનાથી મોટો કોઈ મંત્ર નથી. આ મંત્રને અનુસરીને આપણે ભારતીયો આપણા દેશને વિકસિત અને આત્મનિર્ભર બનાવીશું. તમે બધા ૨૦૨૪ માં સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચો, તમે બધા સ્વસ્થ રહો, ફિટ રહો, ખુશ રહો – આ મારી પ્રાર્થના છે. ૨૦૨૪માં અમે ફરી એકવાર દેશના લોકોની નવી ઉપલબ્ધિઓની ચર્ચા કરીશું.