પાટણ, પટનામાં પરસા બજારમાંએક પિતાએ તેના જ પુત્રની હત્યા કરી નાંખી હતી. પિતાએ ઈંચ અને પછ્છરના અનેક વાર કરીને પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બનાવને પગલે આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા ઘટનાસ્થલે પહોંચેલી પોલીસે હત્યારા પિતા વિજય બિંદ(૫૦)ની ધરપકડ કરી હતી.
બનાવની વિગત મુજબ પરસા બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના નવાદા કુંડા ગામમાં એક પરિવાર વચ્ચે કોઈ બાબાતે અંદરોઅંદર ઝઘડો થયો હતો. જેમાં માતા પિતા અને પુત્ર વચ્ચે મારામારી થઈ હતી. જેમાં દિકરાએ માતાને દંડા વડે ઢોરમાર માર્યો હતો. જેને પગલે નારાજ પિતાએ પોતાના દિકરાને ઈંટ અને પત્થર મારીને હત્યા કરી નાંખી હતી. બીજીતરફ જખ્મી મૃતકની માતા પુતુલ દેવી(૪૨)ને નજીકની હોસ્પિટલમાં દાખલ કરી હતી.
આ અંગે પોલીસ અધિકારી સ્વીટી સહરાવતે જણાવ્યું હતું કે પટનાના પરસા બજારમાં વિજય બીંદે પોતાના પુત્ર સંતોષ કુમાર(૨૨)ની હત્યા કરી હતી. ઘટનાસ્થળે પોલીસ અને એફએસએલની ટીમ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપી વિજય બીંદની ધરપકડ કરી છે. તેમની પત્નીની હાલત ગંભીર હોવાનું અને સારવાર ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.