ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કનગામે મોટર સાયકલ ઉપર આવેલા 2 વ્યક્તિ પૈકી એકે પત્રકાર તરીકેની ઓળખ આપી ફરિયાદીના ઘરમાં ઘૂસી તેણીને ખાટલા ઉપર હાથ પકડી ફેંકી તેના કપડા ઉતારવાના પ્રયાસ કરી બળજબરીપૂર્વક બળાત્કાર કરવાનો પ્રયાસ કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા 2 વ્યક્તિ સામે આબરૂ લુટવાનો અને ખોટી ઓળખ આપી ઘર તોડાવી નાખવાની ધમકી બદલ ગુનો દાખલ થતા પોલીસે બંનેની અટકાયત કરી કાન પકડાવી માફી મંગાવી છે અને કોર્ટમાં રજૂ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કન ગામે ફરિયાદી પીડીતાએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણી આક્ષેપ કર્યા છે કે, બળવંત અશોકભાઈ રાઠોડ અને મનોજ કિરણ રાઠોડ કન ગામના જુના ફળ્યાના રહીશ મહાકાલ લખેલ મોટર સાયકલ ઉપર આવેલ હતા અને ફરિયાદીના ઘરે બારણું ખખડાવતા ફરિયાદી બેને દરવાજો ખોલતા બળવંત રાઠોડ અને મનોજ રાઠોડ બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસી ગયા હતા અને બળવંત રાઠોડએ ફરિયાદી પાસે શરીર સંબંધ બનાવવાની માંગણી કરી ફરિયાદી બહેનનો હાથ પકડી ફરિયાદીને ઘરના બેડરૂમમાં ખેંચી લઈ જઈ સેટીમાં સુવડાવી દઈ ફરિયાદી સાથે શારીરિક અડપલા કરી કપડા કાઢવાની કોશિશ કરી ફરિયાદી સાથે બળજબરીપૂર્વક સંબંધ બનાવવાની કોશિશ કરી ફરિયાદી બેનને આરોપી બળવંત રાઠોડ પત્રકાર તરીકેની ઓળખ આપી ધાક ધમકી આપી આ વાતની કોઈને જાણ કરશે તો ચેનલો અને પેપરોમાં સમાચાર છાપી બદનામ કરવાની અને પીડિતાના પતિને ખોટી ખડી હકીકત જણાવી ફરિયાદી બહેનનું ઘર ભંગાવી નાખવાની ધમકી આપી ફરિયાદી બહેનનો પીછો કરી તથા આબરૂ લૂંટવાનો પણ પ્રયાસ અંગે કોઈને જાણ કરશે તો મારી નાખવાની ધમકી આપી હોય તથા અન્ય મનોજ રાઠોડએ પણ મદદગારી કરી હોય તેવી કેફિયત ફરિયાદમાં રજૂ કરવામાં આવતા પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈ બળવંત રાઠોડ અને કિરણ રાઠોડ સામે આઇપીસીની કલમ 354,354(એ)(બી (ડી),452,415,511,506,114 મુજબ ગુનો દાખલ કરી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ઝડપાયેલા આરોપીઓ પાસે પોલીસે પણ બંને કાન પકડાવી માફી પણ મંગાવી હોય તેવા વિડિયો પણ સામે આવ્યા છે.
પત્રકાર તરીકેની ઓળખ આપી પીડિતા સાથે આબરૂ લૂંટવાનો પ્રયાસ કરનાર બળવંત રાઠોડ પાસેથી એક પ્રેસકાર્ડ પણ મળી આવ્યું છે જે તપાસ દરમિયાન યુટ્યુબર ચેનલનું પ્રેસકાર્ડ હોવાનું માનવામાં આવી રહ્યું છે જો કે પ્રેસ કાર્ડ ઇસ્યુ કરવાની સત્તા છે કે કેમ તે દિશામાં પણ તપાસ અધિકારી પીએસઆઇ વૈશાલી આહીરે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું છે
ભરૂચ જિલ્લામાં રોજ સવાર થતાં જ પત્રકારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને પોતાના વાહનો ઉપર પ્રેસ લખાવી યુટ્યુબર ચેનલ વારા પણ હવે રોફજાડી રહ્યા છે જેના પગલે તંત્રએ આવા બની બેઠેલા પત્રકારો ઉપર પણ કાર્યવાહી કરવાની જરૂર છે શું ખરેખર યુટ્યુબ ચેનલ ચલાવતા લોકોને પ્રેસકાર્ડ ઇશ્યૂ કરવાની સત્તા છે ખરી તેવા સવાલો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે પરંતુ હાલ તો જંબુસર પોલીસે નક્કર પગલા ભર્યા છે
ફરિયાદી બીમાર હોય અને તેની માતાના ઘરે રહેતી હોય તેની એકલતાનો લાભ લઈ 2 આરોપીઓએ તેણીના ઘરમાં ઘૂસે આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો હોય પરંતુ આજુબાજુના લોકો એકત્ર થઈ જતા બંને આરોપીઓ ઘરમાંથી ભાગી છુટ્યા હતા અને પોલીસ માથા કે ભોગ બનનારે ફરિયાદ આપતા પોલીસે બંને નરાધમો સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી લીધી છે
ફરિયાદીએ તાત્કાલિક નજીકના પોલીસ મથકે દોડી જાય મહિલા પીએસઆઇ વૈશાલીબેન આહીર સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી હતી અને પીડિતાએ કહ્યું હતું કે મારી બહેન અને આજુબાજુના લોકો આવી જતા હું બળાત્કારનો ભોગ બનતા બચી ગઈ છું અને સંપૂર્ણ વાત મહિલા પીએસઆઇ સમક્ષ પીડીતા એ કરતા આખરે મહિલા પીએસઆઇ પણ પીડિતાની વેદના સાંભળી તાબડતોબ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી કાન પકડાવી માફી મંગાવી હવે આવું બીજી વખત નહીં કરે તેવું કબૂલ કરાવતા જ પીડીતાએ પણ હાશકારો અનુભવ્યો હતું.