મુસ્લિમ મતદારોને રીઝવવા ભાજપનું અનોખુ શુક્રિયા મોદી ભાઇજાન અભિયાન

નવીદિલ્હી, ભાજપનો લઘુમતી મોરચો યુપીની તમામ લોક્સભા સીટો પર ’આભાર મોદી ભાઈ જાન’ કાર્યક્રમનું આયોજન કરશે. તેના દ્વારા ભાજપ મુસ્લિમ મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે.દેશમાં યોજાનારી આગામી લોક્સભા ચૂંટણી માટે ભાજપે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. આ વખતે પાર્ટીએ યુપીમાં ગત વખત કરતા વધુ સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.

જેના માટે ભાજપે તેના પરંપરાગત મતદારો સાથે મુસ્લિમ મતદારોને રીઝવવા તૈયારીઓ કરી છે. આ સંદર્ભમાં ભાજપે મુસ્લિમ વોટબેંકને તોડવા માટે નવો પ્લાન તૈયાર કર્યો છે. પાર્ટીએ લખનૌમાં ત્રણ દિવસના મંથન બાદ આ કાર્યક્રમો નક્કી કર્યા છે. ભાજપ યુપીમાં ’થેંક યુ મોદી ભાઈજાન’ કાર્યક્રમ શરૂ કરવા જઈ રહી છે. જેની ટેગલાઇન હશે ’કોઇ અંતર નથી ન તો કોઇ ખાઇ છે, મોદી અમારા ભાઈ છે’. પાર્ટીનો લઘુમતી મોરચો તમામ ૮૦ લોક્સભા સીટો પર આ કાર્યક્રમનું આયોજન કરશે.

દરેક લોક્સભા સીટ પર ૧૦૦૦ મુસ્લિમ મહિલાઓ સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. નમો મિત્ર તમામ જિલ્લાઓમાં નમો એપ સ્વયંસેવકો સાથે કાર્યક્રમોનું આયોજન કરશે. આ સમયગાળા દરમિયાન પ્રમોટરો સેક્ટર અને બૂથને મજબૂત બનાવશે.

ભાજપે દેશની તમામ ૫૪૩ લોક્સભા બેઠકો માટે ચાર હજાર મતદારો નક્કી કર્યા છે. ભાજપે કહ્યું કે ’ધન્યવાદ મોદી ભાઈજાન’ મુસ્લિમ બહેનોમાં પીએમ મોદી સાથે સગપણ અને ભાઈચારાની લાગણી પેદા કરવામાં ભૂમિકા ભજવશે.