ગોધરા સીટીઈન હોટલમાં ઉતારૂઓની એન્ટ્રી ઓનલાઈન સોફટવેરમાં નહી કરતાં જાહેરનામા ભંગની ફરિયાદ

ગોધરા, ગોધરા લાલબાગ બસ સ્ટેશન પાસે આવેલ સીટી ઈન હોટલમાં ઉતારૂઓની રજીસ્ટર મુજબ એન્ટ્રીઓ પથીક સોફટવેરમાં ઓનલાઈન નહી કરી જાહેરનામાનો ભંગ કરતાં આ બાબતે ગોધરા એસ.ઓ.જી.પોલીસ દ્વારા ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.

વિસ્તૃત વિગતો મુજબ ગોધરા લાલબાગ બસ સ્ટેશન પાસે આવેલ સીટીઈન હોટલમાંં રીસેપ્શન ઉપર ઉતારૂઓની રજીસ્ટર મુજબની એન્ટ્રીઓ પથીક સોફટવેરમાં ઓનલાઈ કરેલ ન હોવાનું ગોધરા એસ.ઓ.જી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું. જેને લઈ સીટીઈન હોટલના મેનેજર વિરૂદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે નોંધાવા પામી છે.