દાહોદ જીલ્લામાં સસ્તા અનાજની 5 દુકાનો સસ્પેન્ડ કરાઈ

  • જેમાં ગરબાડા તાલુકાના ગાંગરડા અને પાટીયાઝોલ તેમજ ફતેપુરા સુખસર અને ઝાલોદ ગામનો સમાવેશ થાય છે.

દાહોદ, દાહોદ નાયબ નિયામક અન્ન અને નાગરીક પુરવઠા ગાંધીનગરની કચેરીની ટીમ ઘ્વારા દાહોદ જીલ્લામાં કુલ 21 દુકાનો પર તપાસ અહેવાલ જીલ્લા પુરવઠા અધિકારીને મળેલ હતો. જેમાં કુલ 20 વ્યાજબી ભાવની દુકાનો તથા 1 બીનપરવાનેદાર દુકાનની તપાસણી કરવામાં આવેલ હતી. જેના અનુસંધાને કુલ 5 વ્યાજબી ભાવની દુકાનોને 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલ છે. તેમજ અન્ય 16 દુકાનોની સામે ખાતાકીય રાહે સુનાવણી રાખી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

જેમાં ગરબાડા તાલુકાના ગાંગરડા ગામમાં સંદિપકુમાર છત્રસિંહ મેડા સંચાલીત વ્યાજબી ભાવની દુકાન, ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામમાં અભેસિંહ બરસીગભાઈ બીલવાળ, સંચાલીત વ્યાજબી ભાવની દુકાન, ફતેપુરા તાલુકામાં સુખસર ગામમાં ભુનેતર મુકેશભાઈ મુળજીભાઈ, સંચાલીત વ્યાજબી ભાવની દુકાન, ફતેપુરા તાલુકામાં મારગાળા ગામમાં કપિલકુમાર ભરતલાલ કલાલ, સંચાલીત વ્યાજબી ભાવની દુકાન અને ઝાલોદ તાલુકામાં કોઠારી યોગેશકુમાર કનૈયાલાલ, સંચાલિત વ્યાજબી ભાવની દુકાન સસ્પેન્ડ કરાઈ છે.