દાહોદ, રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ ના અધ્યક્ષ સ્થાને ધાનપુર તાલુકા ખાતે વિવિધ નવીન રસ્તાઓનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ એ જણાવ્યું હતું કે, ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ-સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસકામોની ગતિ અટકે નહીં એવું લક્ષ્ય સેવ્યું છે. રસ્તાઓના નિર્માણથી ગ્રામ્ય જનતાની યાતાયાતની સુવિધામાં વધારો થશે, તેમજ બાકી રહેલાં કામોને આગામી સમયમાં પ્રાથમિકતા આપી ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે.
તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિયુક્ત શાસનથી આદિજાતિ સમાજને વિકાસની નવી દિશા મળી હતી. જેના ફળદાયી પરિણામો ચારેકોર જોવા મળી રહ્યા છે. રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ કુટુંબોને પાયાની સુવિધાઓ પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, આવાસો અને સ્વચ્છતા જેવી અનેક આંતરમાળખાકીય સવલતો ગુજરાતના શહેરો અને ગામડા સુધી પહોંચાડવાની વિશેષ કાળજી લેવાઈ રહી છે. આ પ્રસંગે પદાધિકારીઓ, અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.