- વધુ 4 MLA સુરત આવવા રવાના-સૂત્ર
- 2 ધારાસભ્ય બાય રોડ આવશે-સૂત્ર
- 2 ધારાસભ્ય હવાઈ માર્ગે આવશે-સૂત્ર
સૂત્રોના જણાવ્યા અનુસાર, વધુ 4 ધારાસભ્યો સુરત આવવા રવાના થયા છે. જેમાં 2 ધારાસભ્યો બાય રોડ આવી રહ્યા છે, જ્યારે 2 ધારાસભ્યો હવાઈ માર્ગે સુરત આવી રહ્યા છે.
ઉદ્ધવ સરકારે તાબડતોબ બોલાવી છે બેઠક
ઉલ્લેખનીય છે કે, એકનાથ શિંદે સહિત અન્ય ધારાસભ્યએ બળવાખોરી કરતાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના નિવાસ સ્થાને ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી. જેમા માત્ર 18 ધારાસભ્યો જ હાજર રહ્યા હતા.
મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર પર સંકટના વાદળ છવાયા છે.
મહારાષ્ટ્ર શિવસેનામાં ભંગાણના સમાચાર સામે આવી રહ્યાં છે. શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદે નારાજ જોવા મળી રહ્યાં છે. નેતા એકનાથ શિંદે સાથે સંપર્ક ન થતા શરદ પવાર એક્ટિવ થયા છે. અને મહારાષ્ટ્રમાં બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેને એકનાથ શિંદેએ પ્રસ્તાવ આપ્યો હોવાનો મહારાષ્ટ્રના સ્થાનિક મીડિયા અહેવાલ પ્રમાણે જાણવા મળી રહ્યું છે. એકનાથ શિંદે પાસે શિવસેનાના 30થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ પણ મોડી રાત્રે ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી.
પ્રસ્તાવની ત્રણ શરતો:
1. ભાજપ સાથે સરકાર
2 .દેવેન્દ્ર ફડણવીસને બનાવો મુખ્યમંત્રી
2 .એકનાથ શિંદે પોતે ડેપ્યુટી CM
ઉદ્ધવ ઠાકરેને એકનાથ શિંદેએ પ્રસ્તાવ આપ્યો ચર્ચા
ઉદ્ધવ ઠાકરેને એકનાથ શિંદેએ પ્રસ્તાવ આપ્યો હોવાનો મહારાષ્ટ્રના સ્થાનિક મીડિયા અહેવાલ પ્રમાણે જાણવા મળી રહ્યું છે. એકનાથ શિંદે પાસે શિવસેનાના 30થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો છે ત્યારે એકનાથ શિંદેએ ઓફર આપી છે કે જો ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે ગઠબંધનની સરકાર બનાવે તો અમે પાર્ટીમાં જ રહીશું. આમ એકનાથ શિંદેએ ઠાકરે સામે પાર્ટીને બચાવવા માટે છેલ્લી ઓફર આપી હોવાની માહિતી મળી રહી છે.
એકનાથ શિંદે કેટલાંક ધારાસભ્યો સુરતમાં સાથે રોકાયા હોવાનું સામે આવ્યું
મહત્વનું છે કે, સુરતની હોટલમાં એકનાથ શિંદે કેટલાંક ધારાસભ્યો સાથે રોકાયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. હોટલના 100 મીટર દૂરથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તમને જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલાં બાલા સાહેબ નેશનલ મેમોરિયલના ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમનીના કાર્યક્રમની એક કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં શિંદેનું નામ ન હોતું. મહત્વનું છે કે, થોડાં દિવસો પહેલાં રાજ્યસભાની ચૂંટણી હતી તેમાં ભાજપ પોતાની રાજ્યસભાની સીટ ન હોવા છતાં તે મહાવિકાસ અઘાડી જે સરકાર છે તેને પછાડીને પોતાની સીટો રાજ્યસભામાં લાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દેવેન્દ્ર ફડણવીસે પણ અગાઉ દાવા કર્યા છે કે, મહાવિકાસ અઘાડી સરકાર ગમે ત્યારે પડી શકે છે. મહાવિકાસ અઘાડી સરકારના જો 14 જેટલાં ધારાસભ્યો જો સરકારનો સાથ છોડે તો સરકાર પડવાની સંપૂર્ણ સંભાવનાઓ દેખાઇ રહી છે.
શું કરશે ઠાકરે? પાર્ટી બચાવશે કે સરકાર?
આમ એકનાથ શિંદે દ્વારા આપવામાં આવેલ શરત અનુસાર ઉદ્ધવ ઠાકરે પાસે બે રસ્તો છે, એકબાજુ પાર્ટી બચાવવી હોય તો પ્રસ્તાવ બચાવવો અને જો પ્રસ્તાવ ઠુકરાવે તો પાર્ટીમાં મોટું ભંગાણ થાય.
એકનાથ શિંદે સાથે સંપર્ક થયો નથી, પરંતુ બધું બરાબર થઇ જશે- સંજય રાઉત
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા હાઈવોલ્ટેજ ડ્રામની વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતનું મોટું નિવેદન સામે આવ્યું છે, સંજય રાઉતે જણાવ્યું હતું કે, શિવસેનાના ખરાબ સમયમાં પણ આ ધારાસભ્યો શિવસેના સાથે રહ્યા હતા. જેથી તમામ ધારાસભ્યો પરત આવશે. વધુમાં તેમણે કહ્યું કે, એકનાથ શિંદે સાથે સંપર્ક થયો નથી, પરંતુ મને વિશ્વાસ છે કે, બધું બરાબર થઇ જશે. કારણ કે, મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી અલગ છે. શિંદે અમારાથી નારાજ નથી, તે અમારા ભાઈ છે. જેથી જે ખૂદને કિંગ મેકર સમજે છે, તે સફળ થશે નહીં.