- દાહોદ પોલીસ તંત્ર દ્વારા પ્રાયોજના વહીવટદાર કચેરીના વિકાસના કામો સાથે સંકળાયેલ સંસ્થાઓ, ગ.ૠ.ઘ. વિ.ના બેંક ખાતાઓની ચકાસણીઓ કરશેના અંદેશાઓ માત્રથી વગદાર ચહેરાઓ સ્તબ્ધ !
દાહોદ, દાહોદ પ્રાયોજના વહીવટદાર કચેરીના 2018 થી 2023 સુધીના વહીવટોમાં નકલી કાર્યપાલક ઇજનેર સંદીપ રાજપૂતની 6 બોગસ સરકારી કચેરીઓના બહાર આવેલા સરકારી ગ્રાન્ટના 18.59 કરોડ રૂપિયાને સેરવી લેનારા આ મહાકૌભાંડ સામે દાહોદના એ.એસ.પી.કે. સિદ્ધાર્થ (I.P.S)ની હાઈ પ્રોફાઈલ જેવી ચાલી રહેલ તપાસોમાં નકલી સરકારી કચેરીઓના વહીવટોને પ્રોત્સાહિત કરનારા અને સરકારી ગ્રાન્ટના કરોડો રૂપિયાની ભાગબટાઈઓ કરનારા ચહેરાઓ તબક્કાવાર બે નકાબ થશે અને આ નકલી સરકારી કચેરીઓ સામે શરૂ થયેલ દાહોદ પોલીસ તંત્રની આ તપાસો ગમે ત્યારે ગાંધીનગર સ્થિત બિરસામુંડા ભવન સુધી પહોંચશેની સંભાવનાઓના કાઉન્ટ ડાઉન વચ્ચે નકલી સરકારી કચેરીઓના કરોડો રૂપિયાના મહાકૌભાંડમાં પ્રત્યક્ષ અગર તો પરોક્ષ રીતે સંકળાયેલા વગદાર ચહેરાઓ સ્વ બચાવો માટે અંદરખાને ધમ પછડાઓ શરૂ કર્યા હોવાનો માહૌલ સર્જાયો છે.
જો કે દાહોદ પ્રાયોજના વહીવટદાર કચેરીમાંથી બહાર આવેલા નકલી સરકારી કચેરીઓના મહાકૌભાંડ સંદર્ભમાં તપાસો હાથ ધરતી દાહોદ પોલીસ તંત્રની ટીમો દ્વારા પ્રાયોજના વહીવટદાર કચેરીમાંથી છેલ્લા પાંચ વર્ષોથી આદિવાસી પ્રજાજનો વિકાસ માટેના કામો શૈક્ષણિક સ્તરના સુધારણાઓના કાર્યક્રમો ગરીબ આદિવાસી બાળકો મહિલાઓના કુપોષણને દૂર કરવા વિ. જેવી અનેક યોજનાકીય કામો માટે કાર્યરત સંસ્થાઓ એન.જી.ઓ. ખાનગી મંડળીઓ વિ.ની યાદીઓ માંગીને આ તમામ બેન્ક ખાતાઓના નાણાંકીય વ્યવહારોની સમાંતરે ચકાસણીઓ શરૂ કરી હોવાના અંદેશોઓ માત્રથી દાહોદ પ્રાયોજના વહીવટદાર કચેરીમાં ગરીબ આદિવાસીઓના મસિહા હોવાના દેખાવોમાં સરકારી કામો કરીને કરોડપતિઓ બની ગયેલા કેટલાક ચહેરાઓના વૈભવનું હાસ્ય ગાયબ થઈ ગયું હોવાનું કહેવાય છે.