દાહોદ જીલ્લાના તમામ ગામમાં પહેલી જાન્યુઆરી થી રક્તપિતના દર્દીઓ શોધવા માટે ઝુંબેશ

  • દાહોદ જીલ્લાની 2626456વસ્તીમાં રક્તપિતના દર્દીઓ શોધવા 2233ટીમો ઘરે ધરે જઈને તબીબી તપાસ કરશે.

દાહોદ, દાહોદ જીલ્લામાં તા.01/01/2024 થી 19/01/2024 સુધી લેપ્રસી કેશ ડીટેકશન કેમ્પૈઇન યોજાશે દરેક જગ્યાએ માઇક દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવશે. આ ઝુંબેશમાં આશાવર્કર અને હેલ્થવર્કરની ટીમ ઘરે ઘરે જઈને રક્તપિત અંગે સમજ આપી તમામ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવશે અને શોધાયેલ દર્દીને સારવાર પર મુકવામાં આવશે. રક્તપિતની બીમારીના લક્ષણો અને વિકૃતિઓ રક્તપિત્તની બિમારીના લક્ષણોમાં આછું ઝાંખુ રતાશ પડતું સંવેદના વગરના ચાઠા શરીરના કોઈપણ ભાગે થાય છે. હાથ પગમાં બહેરાશ (સંવેદનાનો અભાવ) સહિતના છે. જોકે, રક્તપિત્તનું સમયસર નિદાન નહીં થવાથી હાથ પગ, આંખમાં વિકૃત્તિ જેમ કે આંગળીઓ વળી જવી, આંખો પૂરી બંધ થાય નહી સહિતની જોવા મળે છે. જોકે, સમયસર સારવાર અને નિદાન કરવાથી રોગ સંપુર્ણથી મટી શકે છે અને વિકૃતિઓ અટકાવી શકાય છે. આવા કોઈ પણ ચિન્હો જોવા મળે તો રક્તપિતથી ગભરાશો નહિ તેનું નિદાન અને સારવાર તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને જનરલ હોસ્પિટલમાં મફત થાય છે. જો રક્તપિતનો છૂપો દર્દી જો શોધાય જાય તો ચેપ ફેલાતો અટકાવી શકાય તેમજ દર્દીને કોઈપણ જાતની વિકૃતિ વગર સાજો કરી શકાય છે.