સંતરામપુર,\ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુરમાં તાલીમ મેળવી રહેલા ડી.એલ.એડ. તાલીમાર્થીઓની ઇન્ટર્નશિપ કુલ 3 ગૃૃુપમાં યોજવામાં આવી હતી. એક ગૃપ લીંભોલા પ્રાથમિક શાળામાં યોજવામાં આવી હતી. જેમાં તાલીમાર્થીઓ વર્ગખંડનો અનુભવ મેળવવા માટે પૂર્વ આયોજન કરી શાળાઓમાં પોહચ્યા હતા. પહેલા દિવસે જ તાલીમાર્થીઓ ખૂબ ઉત્સાહિત હતા. સાથે શાળાના બાળકોમાં પણ ખૂબજ ઉમંગ જોવા મળ્યો હતો. તાલીમાર્થીઓ પોતાના દૈનિક આયોજન મુજબ પ્રાર્થના, ભજન, ધૂન સાથે અભિનય, બાળવાર્તા જેવી વિવિધ પ્રવૃતિઓથી અવગત કરવામાં આવ્યા હતા. તેઓ પોતાના પાઠ આયોજન મુજબ વર્ગમાં જઈને બાળકો સાથે સંવાદ પરિચય મેળવીને બાળકોને અધ્યાપન કરવામાં આવ્યું. આ સાથે શળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી. તેમજ રમત-ગમત તેમજ ડી.એલ.એડના તાલીમાર્થીઓ દ્વારા છેલ્લા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકગીત, વક્તવ્ય,અભિનય ગીત, ડાન્સ, નાટક, દેશ ભક્તિ ગીત વગેરે રજૂ કરવામાં આવ્યું હતું. આ બધા કાર્યક્રમનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે સાથે તાલીમાર્થીઓને આ બધી પ્રવૃત્તિઓ કરવાથી તેમનામાં અનુભવ,સાથે સાથે કઈક નવું કરવાની જીજ્ઞાસા વધે એ હેતુથી શાળાઓમાં ઇન્ટર્નશિપ યોજવામાં આવે છે. આ ઇન્ટર્નશિપમાં મુખ્ય માર્ગદર્શક તરીકે ડાયટના સિનિયર લેક્ચરર ડો. હર્ષદ પટેલ સહિત તમામ તાલીમાર્થીઓ દ્વારા આપવામાં આવ્યું હતું. ઇન્ટર્નશિપ બાબતે તમામને તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં લીંભોલા પ્રાથમિક શાળામાં ડી.એલ.એડ તાલીમાર્થી બારીઆ આશિષકુમાર દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી હતી. આ સઘન શાળા ઇન્ટર્નશિપ કાર્યક્રમ 12 દિવસ માટે લીંભોલા પ્રાથમિક શાળામાં ઇન્ટર્નશિપ કાર્યક્રમ યોજવામાં આવ્યો.