સંંતરામપુર, સંતરામપુર પ્રતાપુરામાં ઉજ્વલા યોજના હેઠળ ઈ કેવાયસી કરાવવા માટે 500 ઉપરાંત મહિલાઓ લાંબી લાઈનોમાં ગુજરાત સરકારના પરિપત્ર મુજબ જાહેરાત કરવામાં આવેલી કે ઉજ્વલા યોજના હેઠળ આપવામાં આવેલા ગેસની બોટલો અને કનેક્શન તમામ લાભાર્થીઓએ ઈ કેવાયસી કરશે તો તો જ તેમના ખાતામાં સબસીડી જમા થશે. પરંતુ છેલ્લા દિવસોમાં કેવાયસી કરાવવા માટે 31 તારીખ છેલ્લી આપેલી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં આવી બાબતોમાં જનજાગૃતિના અભાવે છેલ્લા દિવસોમાં મોટી સંખ્યામાં મહિલાઓ સવારના 9:00 કલાકના આવકાર ગેસ એજન્સી પર ઈ કેવાયસી કરવા માટે આશરે એક કિલોમીટર અને 500 ઉપરાંત સંખ્યાઓમાં લાઈનો જામતી જોવા મળી આવેલી હતી. એક જણનું કેવાયસી કરવા માટે ઓછામાં ઓછું 15 થી 20 મિનિટ લાગતી હોય છે. મહિલાઓ આખો દિવસ દિવસભર ઉભો રહેવું પડ્યું અને કંટાળીને મહિલાઓ રોડ ઉપર જ બેસી ગયેલા જોવા મળી આવેલા હતા. આવકાર ગેસ માંથી અલગ અલગ ત્રણ ટુકડી બનાવીને કેવાયસીની કામગીરી શરૂ કરવામાં આવેલી પરંતુ સર્વર ડિમ અને જામ થઈ જવાના કારણે મુશ્કેલી વધી રહેલી હતી. સંતરામપુર તાલુકાના મોટાભાગના ગામડાના લાભાર્થીઓને મહિલાઓ પોતાનો ઘરનું કામકાજ છોડીને લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બની આવી લાઈનો જોઈને નોટબંધીની લાઈનો પણ લોકોની યાદ આવી ગઈ અને યાદ તાજી થઈ ગઈ કુલ 16 હજાર ગેસ કનેક્શનના ગ્રાહકોના માત્ર રૂ10,000 સુભ થઈ રહ્યું છે, પરંતુ નજીકના દિવસ બાકી રહેલા ત્યારે હજુ 6000 જેટલા ગ્રાહકોના કેવાયસી બાકી રહેલા છે. માત્ર એક જ દિવસમાં તો આટલી કામગીરી તો પૂર્ણ ના થઈ શકે તે માટે મોટાભાગના લાભાર્થીઓએ તારીખ લંબાઈ અને એને તેનો સમય નક્કી કરવામાં આવે તે માટે લાભાર્થીની માંગ પણ ઊભી થયેલી હતી. અમે સવારના આધારકાર્ડને ચોપડી લઈને ઊભા છીએ મારે ચાર કલાક થઈ ગયા હજુ સુધી મારો નંબર આવ્યો જ નથી લીલાબેન લાભાર્થી.