સંતરામપુર, સંતરામપુર તાલુકાના 294 પ્રાથમિક શાળાના શિક્ષકોનો બે માસથી પગારથી વંચિત સંતરામપુર તાલુકાના 294 પ્રાથમિક શાળાના ફરજ બજાવતા શિક્ષકો અને અન્ય કર્મચારીઓ નવેમ્બર અને ડિસેમ્બરનો પગારની ચુકવણી ન કરતા અને વંચિત રહેતા ભારે હાલાકી ભોગવવાના વારો આવ્યો આવી આટલી કાળજાળ મોંઘવારીમાં મોટાભાગના શિક્ષકો અને કર્મચારીઓ પગાર ઉપર નિર્ભર રહેતા રોજિંદી જીવન જરૂરિયાત વસ્તુમાં ખરીદી કરવા પણ ભારે હાલા થી પડી રહેલી છે. પ્રેસા નામનું સોફ્ટવેરમાં તમામ કર્મચારી અને શિક્ષકોનો પગાર આનામાં કરવાથી બબ્બે માસથી પગાર માટે અટવાયા કરે છે. પગાર ન થવાના કારણે મોટાભાગના શિક્ષકોના કામ પણ અટવાયા કરતા હોય છે. પગારની ચુકવણી કરવા માટે જીલ્લામાં પણ વારંવાર જાણ કરવામાં આવેલી હતી. પરંતુ નવો અપડેટ અને સોફ્ટવેરમાં આવી જવાના કારણે શિક્ષકોનો પગાર વિલંબ થયેલો જોવા મળી આવેલો છે. દિવાળી પહેલાનો નવો સોફ્ટવેર આવેલું હતું અને તે સમય દરમિયાન જ તમામ શિક્ષકો પાસે નવા સોફ્ટવેરમાં શિક્ષકોની યાદી પણ અપડેટ કરી દેવામાં આવેલી હતી. પરંતુ ધીમી ગતિ કામગીરી થતી જોવા મળી આવેલી છે. 60 દિવસ પૂર્ણ થવા છતાંય પગારની ચુકવણી ન કરતા સરકારી કર્મચારી અને શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી આવેલો હતો વેરિ તકે પગાર થાય મોટાભાગના કર્મચારીને શિક્ષકોની માંગ ઉભી થયેલી છે.