ભારત ન્યાય સંહિતા 2023માં અકસ્માત સર્જી ડ્રાઈવર નાશી જાય તો 10 વર્ષની સજાની જોગવાઈઓના વિરોધમાં ગોધરા બાયપાસ ખાતે ડ્રાઈવરો ચકકાજામ કરી વિરોધ કર્યો

ગોધરા, ભારત સરકાર દ્વારા ભારત ન્યાય સંહિતા 2023ના કાનૂન પાસ કરવામાં આવ્યો છે. જેમાં અકસ્માત સર્જી ડ્રાઈવર ગાડી મુકીને ભાગે તો 10 વર્ષની સજાની જોગવાઈ કરાઈ છે. જેના વિરોધમાં ડ્રાઈવર-કંડકટરો દ્વારા ગોધરા બાયપાસ ખાતે ચકકાજામ કરી આ કાયદો પરત લેવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

ભારત સરકાર દ્વારા ભારત સંહિતા 2023ના કાયદો પાસ કરવામાં આવ્યો છે. આ નવા કાયદામાં જો અકસ્માત સર્જીને ડ્રાઈવર પોતાનું વાહન મૂકીને નાશી જાય તો ડ્રાઈવરને 10 વર્ષની સજાની જોગવાઈ કરાઈ છે. આ કાયદોમાં ડ્રાઈવર વાહન છોડી નાશી જાય તો સજાની જોગવાઈ કરાઈ છે. તે સમજ વગર બીના એસ્ટેટ હોલ્ડર કે ક્ધસલ્ટન્ટ વગર ઉતાવળે બિલ પાસ કરી દેવામાં આવ્યું છે. આ કાયદાથી પરિવહન અને ડ્રાઈવરો ચિંતામાં મુકાયા છે. જેના વિરોધમાં આજરોજ ગોધરાના બાયપાસ હાઈવે તૃપ્તી સર્કલ પાસે ડ્રાઈવરો દ્વારા વાહનોનો ચકકાજામ કરીને વિરોધ કરવામાં આવ્યો. સાથે ભારત સરકાર દ્વારા કાળો કાયદો પરત લેવાની માંગ કરી છે.