ગોધરા, ગોધરા તાલુકાના મહેલોલ ગામે સરકારી સસ્તા અનાજની દુકાન ઉપર જીલ્લા પુરવઠા અધિકારીની આકસ્મિક ચેકીંગ કરવામાં આવ્યું હતું. ગ્રાહકોને ઓનલાઈન કુપન આપવામાં ન આવી હોય તેમજ ચણામાં સરકારી ભાવ કરતાં મન માન્યા ભાવ વસુલતા હોવાનુંં સામે આવતાં દુકાનદાર વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી.
ગોધરા તાલુકાના મહેલોલ ગામે આવેલ સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલક ફતેસિંહ પ્રભાતસિંહ ચૌહાણની દુકાન ઉ5ર જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા આકસ્મિક ચેકીંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કાર્ડધારકોને ઓનલાઈન કુપન આપેલ હતી. કાર્ડધારકોના નિવેદન લેતાં ગ્રાહકો દ્વારા કુપન આપવામાં આવતી નથી. મળવાપાત્ર જથ્થો આપવામાં આવતો નથી. તેમજ ચણાનો સરકારી ભાવ 30 રૂપીયા હોય તેના બદલે 50 રૂપીયા લેવામાં આવતા હોય પરવાનેદાર પોતે દુકાન ચલાવતા નથી. દુકાન ઉપર કોઈપણ જાતનુંં બોર્ડ મારેલ ન હોય આમ સરકારી સસ્તા અનાજની દુકાનમાં એનક ગેરરીતિઓ સામે આવતાં સરકારી દુકાન સંચાલક વિરૂદ્ધ કાયદેસર કાર્યાવહી હાથ ધરી છે. મહેલોલની સરકારી દુકાનમાં ચેકીંગ કરી ગેરરીતિ ઝડપી કાર્યવાહી કરતા જીલ્લાના અન્ય સરકારી દુકાનોના સંચાલકોમાં સન્નાટો જોવા મળ્યો છે.