દે.બારીઆ-પીપલોદમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના થતાં વેચાણ સામે કાર્યવાહી કરવી જરૂરી

દે.બારીઆ, ઉત્તરાયણના દિવસો હવે નજીક આવી રહ્યા છે ત્યારે પતંગ રસીયાઓ અગાઉથી ઉત્તમ કવોલિટીનો માંજો પીવડાવી પતંગો ભેગી કરી રાખતા હોય છે. હાલમાં દે.બારીઆ અને પીપલોદ બજારમાં પતંગ અને દોરી વેચનારા વેપારીઓની દુકાનો ઠેર ઠેર જોવા મળી રહી છે. ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ છે. છતાં લોકો ઉપયોગ કરતા પક્ષીઓના જીવની સાથે સાથે મનુષ્યના જીવન માટે પણ ધણીવાર ધાતક નીવડે છે. ચાલુ સાલે પણ દે.બારીઆ અને પીપલોદ બજારમાં પતંગના વેપારીઓ ખાનગીમાં ચાઈનીઝ દોરાનુ વેચાણ કરી રહ્યા હોવાની માહિતી મળી છે. તો તંત્ર દ્વારા આ અંગે તપાસ કરી ચાઈનીઝ દોરી અને ટુકકલોનુ વેચાણ કરતા વેપારીઓને પકડી શિક્ષાત્મક અને દંડાત્મક પગલા લેવાય તે જરૂી છે.