સંજેલી : સંજેલી તાલુકાના નવીન બસ સ્ટેશનથી જુના સ્ટેશનનો રસ્તો છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં છે. નવીન બસ સ્ટેશનથી મેઈન બજારમાં આવતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સફાઈ અભિયાનની સરકારી જાહેરાતો આ વિસ્તારમાં મશ્કરી રૂપ બની ગઈ છે. માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓની બેદરકારીના કારણે આવતા-જતા અનેક મુસાફરો સંજેલીના નવીન બસ સ્ટેશનથી બજારમાં આવવા પરેશાન થઈ જાય છે. ત્યારે આ સમસ્યાને લઈને તાજેતરમા સંજેલી તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં આવા બિસ્માર રસ્તાની રજુઆત કરવામાં આવી હતી. આ અગાઉ પણ વારંવાર લોકો દ્વારા સંજેલી ગ્રામ પંચાયતમાં રજુઆતો કરે છે પરંતુ કામગીરી માર્ગ અને મકાન વિભાગના સરકારી અધિકારીઓએ કરવાની હોવાથી પ્રજા ભલેને કાદવ-કિચડવાળા પાણીમાં અમશે શુ જેવી બેવડી નિતી વિચારતા અધિકારીઓના પાપે આજે આવતા-જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.