કાલોલ તાલુકાના ચલાલી ગામની ગ્રામસભામાં ઉચ્ચ અધિકારી આવે તેવી માંગ સાથે ગ્રામજનો હાજર ન રહેતા ફિયાસ્કો

કાલોલ,
કાલોલ તાલુકાની ચલાલી ગ્રામ પંચાયતમાં ફરી એકવાર ગ્રામસભાનો ફિયાસ્કો ગ્રામસભામાં ઉચ્ચ કક્ષાના અધિકારીને આવામાં શું વાંધો હોય શકે છે. ચલાલી ગ્રામપંચાયતમાં 10/06/2022ને શુક્રવારના રોજ ગ્રામસભામાં યોજાય હતી. તેમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આવે તેવી માંગ કરી હતી, પણ કોઈ ના આવતાં ગ્રામસભામાં ગ્રામલોકો એ બેસવાની ના પાડી દીધી.

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ચલાલી ગ્રામ પંચાયતમાં 20/06/2022 ને સોમવાર ના રોજ ગ્રામસભા મળી જેમાં વહીવટી અઘિકારી કે ઉચ્ચકક્ષાના અધિકારી ના આવતાં ગ્રામ લોકો રોષે ભરાયાં અને દરેક નાગરિકોએ ગ્રામસભામાં બેસવાની ના પાડી દીધી હતી.

ચલાલી ગ્રામ પંચાયતમાં થયેલ વિકાસના કામોની યાદી ગ્રામલોકો દ્રારા માંગવામાં આવી હતી. જેમાં ગ્રામલોકોએ આક્ષેપ કર્યો છે કે, ચલાલી ગ્રામ પંચાયતમાં શૌચાલયનું કામ 100 ટકા બોલી રહ્યું છે, પણ શૌચાલય ક્યાંય જોવા મળતા નથી. માત્ર ભ્રષ્ટ્રાચાર જ આચર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને શૌચક્રિયા માટેના છુટકે જાહેરમાર્ગો, તળાવ અને નદી ઉપયોગ કરી રહ્યા છે.

ચલાલી ગ્રામ પંચાયતનું જ શૌચાલયનું કામ અધૂરૂં પડ્યું છે. તો વિચારો ગામનું શું કામ કરતા હશે ચલાલી પંચાયતની ઓફિસની બહાર એક બોર મોટર છે. તે ગણા સમય થી બંધ હાલતમાં છે. તે મોટર પાંચ છ વખત રહીશોએ જાતે રીપેરીંગ કરાવ્યું હતું અને હાલ તે મોટર બંધ હાલતમાં છે. જો તે મોટરનું રીપેરીંગ કરવામાં આવે તો જ્યારે નર્મદાનું પાણી દસ દસ દિવસ સુધી આવતું નથી. ત્યારે તે બોરમોટર થી આજુબાજુના લોકો પાણી પૂરૂં પાડે છે અનેક વખત રજુઆત કરવા છતાં સ્થાનિક તંત્ર આખ આડા કાન કરી રહ્યું છે. ચલાલીના ગ્રામજનો એ જણાવ્યું કે, આવતી ગ્રામસભામાં જો દરેક પ્રશ્નોના નિરાકરણ નહીંં આવે તો જિલ્લાકક્ષાએ અને ગાંધીનગર સુધી રજુઆત કરીશું તેવું ગ્રામ લોકો એ જણાવ્યું હતું.

ગ્રામજનોની પડતર માંગ…

ચલાલી ગ્રામજનોના પડતર પ્રશ્ર્નો શૌચાલયની સુવિધાના અભાવે જાહેરમાં શૌચક્રિયા જવું પડે છે છતાં પંચાયતને શરમ આવતી નથી. આવાસ યોજનામાં સમયસર હપ્તા નહિ ચુકવતાંં લાભાર્થીને ધરોમાં રહેવા મજબુર, ગામમાં રસ્તાના અભાવે ચોમાસામાં ધણી તકલીફ પડે છે. ગટર લાઈનના અભાવે વરસાદી પાણી ભરાઈ છે. ગામમાં બોર કે કુવામાં આવે અને ગામની પાણીની સમસ્યા હલ કરવામાં, ગામમાં આરોગ્ય કેન્દ્રની સુવિધા કરવામાં આવે.