મુંબઇ, હિન્દી સિનેમાના અભિનેતા સાજિદ ખાન, જેણે મહબૂબ ખાનની ફિલ્મ મદર ઈંડિયામાં સુનીલ દત્તના પાત્ર બિરજૂના બાળપણનું પાત્ર નિભાવ્યું હતું. તેનું નિધન થઈ ગયું છે. અભિનેતાએ બાદમાં માયા અને દ સિંગિંગ ફિલીપીના જેવી ઈન્ટરનેશનલ ફિલ્મોથી પોતાની અલગ ઓળખાણ ઊભી કરી હતી. કેન્સરના કારણે ૭૦ વર્ષની ઉંમરે અભિનેતાએ અંતિમ શ્ર્વાસ લીધા હતા.
સાજિદ ખાનના એકમાત્ર દીકરા સમીરે જણાવ્યું કે, તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સરથી ઝઝૂમી રહ્યા હતા. તેનું નિધન ૨૨ ડિસેમ્બર શુક્રવારે થયું હતું. સમીરનું કહેવું છે કે, તેમના પિતા બીજી પત્ની સાથે કેરલમાં રહેતા હતા. તેમણે જણાવ્યું કે, મારા પિતાના રાજકુમાર પીંતાબર રાણા અને સુનીતા પીતાંબરે દત્તક લીધા હતા અને ફિલ્મ નિર્માતા મહેબૂબ ખાને તેમનું પાલન પોષણ કર્યું હતું. તેઓ છેલ્લા કેટલાય સમયથી ફિલ્મી દુનિયાથી દૂર હતા અને લોકોની ભલાઈ માટે કામ કરતા હતા. તેઓ મોટા ભાગે કેરલ આવતા હતા અને અહીં તેમણે બીજા લગ્ન કર્યા અને અહીં જ વસી ગયા હતા.
તેમના દીકરા આગળ જણાવે છે કે, સાજિદને કેરલના અલ્લાપ્પુઝાના કાયમકુલમ ટાઉન જુમા મસ્જિદમાં દફનાવ્યા છે. આપને જણાવી દઈએ કે, મદર ઈંડિયાને ઓસ્કર માટે નોમિનેટ કરવામાં આવી હતી. સાજિદ ખાને મહેબૂબ ખાનની સન ઓફ ઈંડિયામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. તેમણે અમેરિકી ટીવી શો દ બિગ વૈલીના એક એપિસોડમાં ગેસ્ટ રોલમાં દેખાયા હતા. આ ઉપરાંત તે પોતાના મ્યૂઝિક શો ઈટ્સ હૈપનિંગમાં ગેસ્ટ જજ તરીકે દેખાયા હતા.
સાજિદ ખાન ફિલીપીંસમાં પણ એક ખ્યાતનામ નામ છે. તેમણે અભિનેતા નોરા ઔનોર સાથે દ સિંગિંગ ફિલિપિના, માઈ ફની ગર્લ, અને દ પ્રિંસ એન્ડ આઈ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ખાને મર્ચેંટ આઈવરી પ્રોડક્શનની હીટ એન્ડ ડસ્ટમાં એક ડાકુની ભૂમિકા નિભાવી હતી.