સુરત : જ્વેલરીની કંપનીએ હવાલાથી ૨૨૮૪ કરોડ વિદેશ મોકલ્યા, ઈડીએ તપાસ હાથ ધરી

સુરત, સુરત સેઝમાં હવાલાકાંડ ઝડપાયું છે. આ મામલે સેઝમાં ઇડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સેઝમાં શરણમ જ્વેલર્સ અને તેની સાથે જોડાયેલા એકમોમાં તપાસ શરૂ કરાઈ છે.જ્વેલરીની કંપનીએ હવાલાથી ૨૨૮૪ કરોડ વિદેશ મોકલી આપ્યા હોવાની માહિતી સામે આવી રહી છે.

સુરતથી એક્સપોર્ટ-ઇમ્પોર્ટના નામે વધુ એક મસમોટું હવાલાકાંડ ઝડપાયું છે. સૂત્રો મુજબ ઇડીને શંકા છે કે આ કંપનીએ એક્સપોર્ટ-ઇમ્પોર્ટના નામે વિદેશમાં શંકાસ્પદ રીતે અબજો રૂપિયા મોકલી આપ્યા છે. નોંધનીય છે કે, અગાઉ પણ સુરત સેઝમાંથી આવી જ રીતે એક્સપોર્ટ ઇમ્પોર્ટના નામે હવાલાકાંડ પણ ઝડપાયું હતું. આ તપાસ સુરત, અમદાવાદ અને આસામ સુધી લંબાવાઈ છે જેમાં કંપની અને તેની પ્રમોટર ફર્મ દ્વારા ખોટી રીતે ૫૦૦૦ કરોડ વિદેશ મોકલ્યા હોવાની ખાતરી કરવામાં આવી રહી છે.