જુનાગઢ તાલુકાના બગડુ ગામે દિવસમાં એક ખેડુતના બંધ મકાનના તાળા તોડી ઘરમાં કબાટમાંથી 11 તોલા સોનાના દાગીના 1.25 લાખની રોકડ સહિત 6.29 લાખની મતાની ચોરી થયાની ફરીયાદ તાલુકા પોલીસમાં નોંધાઈ છે.
બગડુ ગામે રહેતા પાઘડાર મુકેશભાઈ જીવરાજભાઈ (ઉ.50) સવારથી બપોરના 12-30 દરમ્યાન તેમના પત્નિ સાથે ખેતરે કામે ગયેલ તે દરમ્યાન કોઈ જાણભેદુએ મકાનને નિશાન બનાવી ઘરના તાળા તોડી કબાટની તીજોરી તોડી રોકડા રૂા.1.25 લાખ, 11 તોલા સોનાના દાગીના જેમાં પેન્ડલ સોનાનુ, બ્રેસલેટ, કડલા, હાર, ચેન, બુટી, લકકી, મંગળ સુત્ર, તેમજ ચાંદીના દાગીના મળી કુલ રૂા.6.29 લાખની મતાની ચોરી થવા પામ્યાનું વાડીએથી બપોરના ઘરે આવ્યા બાદ માલુમ પડયું હતું.
મુકેશભાઈ પાઘડારની દિકરીના લગ્ન તાજેતરમાં જ 2024માં થવાના હોય જેથી દિકરી મેરેજની ખરીદી માટે સુરત ગયેલ હોય દિકરીને સગાઈ સમયે સાસરીયાઓએ ચડાવેલ દાગીના અને મુકેશભાઈના પત્નિના દાગીના તસ્કરો ઉસેડીને લઈ ગયાની તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જુનાગઢ લીરબાઈપરા હુડકો પોલીસ લાઈન પાછળ રામચોક વિસ્તારમાં રહેતા સંતોકબેન અરજણભાઈ મુળુભાઈ કુછડીયા (ઉ.45)એ ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.25/12ની સવારે 10થી સાંજના 5-30 દરમ્યાન ઘરે તાળુ વાસીને બહાર ગયેલ હોય બાદ કોઈ જાણભેદુએ મકાનના તાળા તોડી રૂમનો લોખંડનો કબાટ તોડી તીજોરીમાં રાખેલ પ્લાસ્ટીકના ડબામાંથી દોઢ તોલાની સોનાની કડી રૂા.9 હજાર, ચાંદીની માળા રૂા.5 હજાર, સાંકળા ચાંદીના રૂા.4 હજાર, સોનીના પર્સમાંથી રાખેલ બીલ કાગળો બીજા પર્સમાં રાખેલ રોકડ રૂા.15 હજાર સહિત કુલ 33000ની મતાની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ સી ડીવીઝનમાં નોંધાવતા પીએસઆઈ આર.વી. આહીરે તપાસ હાથ ધરી છે.
વિસાવદરથી 3 કી.મી. દુર ધારી રોડ પરના કાલસારી ગામે રહેતા બાબુભાઈ પુનાભાઈ સરધારા (ઉ.59)ના કુળદેવીના મંદિરમાં રાખેલ દાન પેટીમાંથી રોકડ રૂા.42 હજારની કોઈ ચોરી કરીને લઈ ગયાની ફરીયાદ નોંધાઈ છે. તેમજ સાહેદ રતીલાલભાઈની ખુલ્લી વાડીના ગ્રાઉન્ડમાં રાખેલ જટકા મશીન બેટરી સોલાર પ્લેટ જુલાના સળીયા મળી રૂા.6 હજાર સહિત કુલ 48 હજારની મતાની ચોરી થયાની ફરીયાદ નોંધાતા પીએસઆઈ એસ.આઈ. સુમરાએ તપાસ હાથ ધરી છે.