અમદાવાદ, થોડા સમય પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દિલ્હીથી ચોરાયેલી કાર ગુજરાતમાં વેચવાનાં કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં અનેક લક્ઝરીયસ કાર કબજે કરી આરોપીઓની ધરપકડ કરી હતી. જે બાદ ફરીથી આ જ પ્રમાણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક કૌભાંડ ઝડપી પાડ્યું છે, જેમાં ગુજરાતના અમદાવાદમાંથી બે લોકોની મુખ્ય ભૂમિકા સામે આવી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આપેલી માહિતીના મુજબ રમેશ ગોહિલ જે ક્રેટા કાર સાથે નીકળ્યો હતો તેની ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં સામે આવ્યું છે કે, રવિ સોલંકી અને ઇલિયાસ ઘડીયાળી જે બંને ગાડી લે-વેચનો ધંધો કરે છે. તેની સાથે છેલ્લા પાંચ મહિનાથી ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. રવિ સોલંકી અને ઇલિયાસ બંને લોકો દિલ્હીથી આમિરખાન નામના વ્યક્તિ પાસેથી દિલ્લીમાંથી ચોરીની ગાડીઓ મેળવે છે અને તે ગુજરાતમાં લાવી અલગ અલગ જગ્યાઓ પર વેચાણ કરે છે.ચોરેલી ગાડીઓ દિલ્હી લેવા જવા માટે રવિ સોલંકી પોતે ફ્લાઈટમાં જતો હતો અને દિલ્હીમાં આમિરખાન નામના વ્યક્તિને મળી ત્યાંથી ચોરી કરેલી ગાડી લઈ આવતો હતો અને ઇલિયાસને આપી દેતો હતો. હાલમાં તેઓ એક ક્રેટા સિવાય અન્ય બે ગાડી ફોર્ચુનર અને કિયા સેલ્ટોસ પણ લઈ આવ્યા હતા. જે ગાડીઓ રવિ સોલંકી અને ઇલીયાસે મિલનરાજસિંહ નામના વ્યક્તિ મારફતે અલગ અલગ જગ્યાએ વેચી હોવાનું પણ સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે રવિ સોલંકી અને ઇલિયાસ બંને લોકો દિલ્હી ખાતે અમીરખાન નામના વ્યક્તિ પાસેથી ગાડી ખરીદી ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ગાડીઓ વેચતા હતા અને જે પણ લોકો ગાડી ખરીદતા તેમને એનઓસી થોડા દિવસમાં આવી જશે તેમ કહીને ગાડી વેચાણ કરતા હતા. જે પણ કિંમતમાં ગાડીની વેચાણ નક્કી થાય તેના ૬૦% રૂપિયા એડવાન્સ અને બાકીના ૪૦% રૂપિયા ર્દ્ગંઝ્ર મળી ગયા બાદ આપવાનું કહેતા હતા.
જોકે વેચાણ થયા બાદ બંને લોકો ગાડી ખરીદનારને ર્દ્ગંઝ્ર આપતા નહીં. હાલ તો પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી મુખ્ય આરોપી રવિ સોલંકી અને ઇલિયાસની શોધખોળ હાથ ધરી છે. તો બીજી તરફ મિલનરાજસિંહ રાજપુત મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં ગાડીના ગુનામાં પણ પકડાયેલો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી દિલ્હીના ગ્રેટર કૈલાશ સાઉથ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન, મુંડા પોલીસ સ્ટેશન તેમજ પાંડવનગર પોલીસ સ્ટેશન ખાતેના ગુનાનો ભેદ પણ ઉકેલ્યો છે.