સાસરિયાઓનું થોડું ખરાબ વર્તન એ ક્રૂરતા ના કહેવાય’,સુપ્રીમ કોર્ટે 

કર્ણાટકના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે દહેજ મામલે હેરાનગતિના કેસમાં મોટી ટિપ્પણી કરી છે. કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે કહ્યું કે, સાસરિયામાં છોકરી સાથે ખરાબ વ્યવહારને દહેજ ઉત્પીડન કહી શકાય નહીં. 

ખંડપીઠે કહ્યું કે જો ફરિયાદીના લગ્ન જીવનમાં દખલગીરી અથવા સંડોવણીના કોઈ ભૌતિક પુરાવા નથી, તો આરોપીને આઈપીસીની કલમ 498A હેઠળ ક્રૂરતા માટે દોષી ઠેરવી શકાય નહીં. વાત એમ છે કે અદાલત એક મહિલાની અપીલ પર સુનાવણી કરી રહી હતી, જેમાં નવવિવાહિત ભાભીએ કહ્યું કે તેની સાથે ખરાબ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો અને તેનો સામાન કચરાપેટીમાં ફેંકી દેવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. 

જણાવી દઈએ કે કલમ 498A મુજબ, ‘જો કોઈ પણ મહિલાનો પતિ કે તેના પરિવારના સદસ્યો ઘરની વહુ સાથે ક્રૂરતા કરે છે તો તેણે ત્રણ વર્ષની જેલ અથવા તો દંડ થઈ શકે છે. જો કે આ કેસમાં જજની બેન્ચને જાણવા મળ્યું કે આરોપી મહિલા એટલે કે નણંદ તેની ભાભી સાથે તે ઘરમાં રહેતી નથી. આ મહિલા વિદેશમાં રહેતી હતી અને ભાઈની પત્નીએ નણંદ દ્વારા તેના પર કરવામાં આવેલી ક્રૂરતાની કોઈ ચોક્કસ વિગતો આપી નથી. બેન્ચે કહ્યું કે તેમની ભાભીના આક્ષેપો ખૂબ જ અસ્પષ્ટ અને સામાન્ય હતા.

કોર્ટે આદેશ આપ્યો કે તદનુસાર અપીલકર્તાઓ સામેની ફોજદારી કાર્યવાહીને રદ કરી છે. જો કે કોઈ પુરાવા મળે છે તો ટ્રાયલ કોર્ટ માટે કાયદા મુજબ આગળ વધવા માટે ખુલ્લી રહેશે.