હાલોલ, હાલોલ ખાતે આવેલ લક્ષ્મી ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટ દુણીયાના પાંચ આરોપી ઈસમોએ આર્થિક લાભ મેળવવા માટે કંપની ની ગોપનીય પ્રોડકશન વિગતો ગ્રાહકોની વિગતો તેમજ ઓપરેટીંગ સીસ્ટની વિગતો હીરફ કંપની ને આપીને ગુનાહીત વિશ્વાસધાત કર્યાની ફરિયાદ હાલોલ પોલીસ મથકે નોંધાવા પામી છે.
વિસ્તૃત વિગતો મુજબ હાલોલ ખાતે આવેલ લક્ષ્મી ઈન્ડ્રસ્ટ્રીયલ એસ્ટેટ દુણીયામાં કામ કરતાં આરોપી ઈસમો ગણપતભાઈ ડાહ્યાભાઇ ચાવડા (રહે. ખંડોલી, કાલોલ), પુષ્પેન્દ્ર રાજેન્દ્ર ત્રિપાઠી (રહે. હાલોલ, સ્વામીનારાયણ નગર), નયન સુરેશભાઇ પટેલ (રહે. રાજેશ્વર એન્કવીલ, વડોદરા), સંજય ડાહ્યાભાઇ કાછીયા (રહે. કંજરી રોડ, મધુવન પાર્ક, હાલોલ) એ આર્થિક લાભ મેળવવા માટે કંપનીનો ગોપનીય ખાનગી માહિતી પ્રોડકશન વિગતો, ગ્રાહકોની વિગતો, ઓપરેટીંગ સીસ્ટમની વિગતો મેળવી હરીફ કંપનીને આ વિગતો આપી કંપનીને મોટી રકમનું આર્થિક નુકશાન કરી કંપની સાથે વિશ્વાસધાત છેતરપિંડી કરતાં પાંચ ઈસમો વિરૂદ્ધ હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.