ઝાલોદ, ઝાલોદ તાલુકા પંચાયત કચેરીના મનરેગા શાખાના આસીસ્ટન્ટ વર્ક મેનેજરને ફરિયાદી મનરેગા અંતર્ગત જમીન સમતલ માટેના કાગળો કરી વર્ક કોડ પડાવી ફાઈલ મંજુરી માટે મોકલવા મળ્યા હતા. ત્યારે આસી.વર્ક મેનેજરે ફાઈલો મંજુરી પેટે 20,000/-રૂપીયાની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય જેથી મહિસાગર લુણાવાડા એસીબીને ફરિયાદ કરતાં મહિસાગર એસીબીએ છટકું ગોઠવી મનેરેગા શાખાના વર્ક મેનેજરને 17,000/-રૂપીયાની લાંચ લેતા રંંગેહાથ ઝડપી પાડવામાંં આવ્યો.
ઝાલોદ તાલુકા પંચાયત કચેરીના મનરેગા શાખાના આસીસ્ટન્ટ મેનેજર બળવંતસિંહ પૃથ્વીસિંહ લબાનાને ફરિયાદી મનરેગા યોજનામાં જમીન સમતલ કરવાના કામ માટે જરૂરી કાગળો કરી વર્ક કોડ પડાવી ફાઈલો મંજુરી માટે મળ્યા હતા. ત્યારે જમીન સમતલના કાગળો અને ફાઈલ મંજુરી માટે ફાઈલ દીઠ 5,000/-રૂપીયા લેખે 20,000/- રૂપીયાની આસી. વર્ક મેનેજર બળવંંતસિંહ લબાના એ માંગણી કરી હતી. ફરિયાદી જમીન સમતલ કરવાની ફાઈલો મંજુર કરવા માટે માંગેલ લાંચ આપવા માંગતા ન હતા. જેને લઈ મહિસાગર એસીબીમાં ફરિયાદ કરી હતી. મહિસાગર એસીબીના પો.ઈન્સ.એમ.એમ.તેજોતએ ફરિયાદી સાથે મળી છટકું ગોઠવ્યુંં હતું. તે મુજબ આજરોજ ઝાલોદ તાલુકા પંચાયત મનરેગા શાખાના આસી. વર્ક મેનેજર બળવંતસિંહ લબાનાને ફરિયાદી મળ્યા હતા અને જમીન સમતલ કરવાની ફાઈલોની મંજુરી માટેની વાતચીત કરી લાંચના 20,000/-રૂપીયા માંગણી મુજબ આજરોજ 17,000/-રૂપીયાની લાંચની રકમ લેતા બળવંતસિંહ લબાનાને રંગેહાથે મહિસાગર એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો. ઝાલોદ મનેરેગા શાખાનો કર્મચારી 17 હજારની લાંંચમાં એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ જતા જીલ્લામાં અન્ય લાંચીયા કર્મચારી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો.