દે.બારીયા શહેરના સુન્ની મુસ્લીમોનો સમૂલ લગ્નનું આયોજન કરાયું

દે.બારીયા, દે.બારીયા શહેરની સદ્દભાવના ચેરીટેબલ ટ્રસ્ટના આયોજકોના દ્વારા 19 કપલોનું સમૂહ લગ્નનનું તા.28/12/2023ના રોજ ઉસ્કુલ્લાશાહ બાબાના પરીસર ખાતે રાખવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયાના કસ્બા ભેદરવાજા વિસ્તારમાં વસતા સુન્ની મુસ્લીમોમાં સૌપ્રથમ સમૂહ લગ્નના આયોજક તરીકે મર્હુમ એ. રહીમ શેખના દ્વારા કરાયો હતો. તેમના અથાગ પ્રયત્નોથી હાલ સુધી લગભગ 132 કપલોના લગ્ન થઈ ચુકયા છે. હાલના સમૂહ લગ્નમાં 19 કપલોને તીજોરી, પલંગ, ગોદડા, ધરવખરી વસ્તુઓ આપવામાં આવી છે. આ શુભ પ્રસંગે દે.બારીયાના લોકલાડીલા નેતા પંચાયત મંત્રી બચુભાઇ ખાબડ સમૂહ લગ્નમાં હાજરી આપી. વર અને ક્ધયાઓને આર્શીવાદ આપ્યા હતા. સમૂહ લગ્નનું આયોજન આરીફ શેખ તથા મુખ્તર બેગ મીરઝાની અથાગ પરીશ્રમથી પાર પાડવામાં આવ્યું હતું. સાથે સાથે ચીસ્તીયા ફ્રેન્ડ સર્કલનો મોટો સાથ સહકારએ વર-ક્ધયાના સાથે નિકાહની રસમ કરાઈ હતી. મંચસ્તોમાં સૂમીત સોની, નીલ સોની તથા મો.હનિફ ધમાભાઇ, વોલયન્ટરો, આયોજકો તથા વરક્ધયા તરફના સગા સબંધીઓ સાથે લગભગ બે હજાર સ્ત્રી-પુરૂષોની હાજરીમાં આ સમૂહ લગ્ન સમારોહ પૂર્ણ થવા પામ્યો હતો.