9મી ઓગષ્ટ,વિશ્ર્વ આદિવાસી દિવસ – 2023: આજે મહીસાગર જીલ્લાના સંતરામપુર આઝાદ મેદાન ખાતે વિશ્ર્વ આદિવાસી દિવસ-2023ની જીલ્લા કક્ષાની ઉજવણી

  • રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવીના અધ્યક્ષ સ્થાને સંતરામપુર ખાતે વિશ્ર્વ આદિવાસી દિવસની ઉજવણી.

મહીસાગર, વિશ્ર્વભરના દેશોમાં ભારત અને ગુજરાતમાં વસવાટ કરતા મૂળનિવાસી સમુદાયોનો આર્થિક, સામાજીક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, આરોગ્ય, કાયદાકીય, રાજકીય રીતે ઉત્કર્ષ થાય, તેઓ અન્યોની હરોળમાં આવે તેમજ બિન આદિવાસી સમુદાય પણ તેમને હક આપવા માટે સહભાગીદાર બને તે હેતુથી દેશભરમાં દર વર્ષે 9 ઓગષ્ટના દિવસે વિશ્ર્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વિશ્ર્વ આદિવાસી દિવસ ઉજવણી નિમિત્તે અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂરત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવશે.

મહીસાગર જીલ્લામાં જીલ્લાકક્ષાની ઉજવણી સંતરામપુર આઝાદ મેદાન ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવીના અધ્યક્ષ સ્થાને અને મહીસાગર જીલ્લા પંચાયતના પ્રમુખ રમીલાબેન ડામોર, દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભો, પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, બાલાશિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ તથા જીલ્લાના અન્ય પદાધિકારીઓ, આગેવાનો, અધિકારીઓની ઉપસ્થિતિમાં વિશ્ર્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.