ગોધરા, પંચમહાલ જીલ્લા ઉચ્ચપોલીસ અધિકારીઓ દ્વારા પ્રોહીબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સૂચના આપવામાં આવી હતી. તેના અનુસંધાને રાજગઢ પોલીસ વોચમાં હતા. ત્યારે રાજગઢ પોલીસ સ્ટેશનના ઙજઈં એમ.એલ.ગોહિલને બાતમી મળી હતી કે, પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 9 મહિનાથી નાસ્તો ફરતો આરોપી રામસિંગ વીરસિંગ રાઠવા પોતાના ગામ ઝોઝ મુકામે આવનાર છે. તેથી રાજગઢ પોલીસે તેના ઉપર વોચ રાખી તેના ઘરેથી આબાદ ઝડપી પાડ્યો હતો. આરોપી સાગટાળા પોલીસ સ્ટેશનનો અપરાધી હોય તેને સાગટાળા પોલીસને સોંપવામાં આવ્યો હતો.