નર્મદા, ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદનાં માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળનાં ચેરમેન સાહેબ એન.આર.જોષીનાં અધ્યક્ષસ્થાને નર્મદા જિલ્લાની તમામ અદાલતોમાં આગામી તારીખ ૦૯ ડિસેમ્બર ૨૦૨૩ નાં રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, એનઆઇ એક્ટ કલમ ૧૩૮, એમએસીટી કેસો, મજૂર વિવાદ હેઠળના કેસો, લગ્ન વિવાદો જેમાં છૂટાછેડા સિવાયના કેસો સામેલ હોય, જમીન સંપાદનના કેસો, સેવા સંબંધિત બાબતો જેવી કે પગાર અને ભથ્થાઓ અને નિવૃત્તિ લાભો, મહેસુલ કેસો અને અન્ય નાગરિક કેસો જેમાં ભાડુ, ભરણપોષણ દ્વારા ઇઝમેન્ટરી રાઇટ્સ, મનાઈ હુકમ તથા અન્ય વિશિષ્ટ કેસો સમાધાન માટે મુકી શકાશે.
નેશનલ લોક અદાલત બાબતે વધુ જાણકારી મેળવવા માંગતા હોય તેવા લોકોએ જિલ્લા કાનુની સેવા સત્તામંડળ નર્મદા, તાલુકા કાનુની સેવા સમિતિ, રાજપીપલા તાલુકા કાનુની સેવા સમિતિ, દેડિયાપાડા તાલુકા કાનુની સેવા સમિતિ, સાગબારા તાલુકા કાનુની સેવા સમિતિ, તિલકવાડા , તાલુકા કાનુની સેવા સમિતિ ગરૂડેશ્ર્વર અને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ નર્મદાનો સંપર્ક સાધવાનો રહેશે તેમ એ.વાય.વકાની સેક્રેટરી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ રાજપીપલા જિ.નર્મદા દ્વારા જણાવાયું છે.