૮ ટીમોમાંથી કોઈ પણ ટીમે બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને ખરીદ્યા જ નહીં

મુંબઇ,પીએસએલની ૮ ટીમોમાંથી કોઈ પણ ટીમે બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને ખરીદ્યા જ નહીં. પીએસએલમાં ભલે કેપ્ટન રહેતા પોતાની ટીમને આગળ લઈ જવા માટે રન નિકાળતા રહ્યા હોય પરંતુ પાકિસ્તાનની બહાર તેમની પ્રતિભાને હિરો નહીં ઝીરો સમજવામાં આવી છે.

પીએસએલ ની બે સિઝન સફળ રહી છે હવે ત્રીજી સિઝન આગામી ઓગષ્ટ મહિનામાં રમાનારી છે. આ માટે ઓક્શન યોજાયુ હતુ અને ટૂર્નામેન્ટની ૮ ટીમોએ ડ્રાટમાં સામેલ ખેલાડીઓને ખરીદ્યા હતા. આશ્ર્ચર્યની વાત એ હતી કે, આ લીસ્ટમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન સહિતનાના પાકિસ્તાની ખેલાડીઓના નામ જોવા જ નહોતા મળ્યા. ૮ ટીમોમાંથી કોઈએ પણ બાબર આઝમ અને રિઝવાનમાં રસ ના દર્શાવ્યો. પાકિસ્તાન સુપર લીગમાં પોતાને હિરો સમજતા આ ખેલાડીઓ પાકિસ્તાનની બહાર ઝીરો હોય એવી સ્થિતીમાં જોવા મળ્યા છે.

બાબર આઝમને આમ તો જોવામાં આવે તો તે ટી ૨૦ ફોર્મેટમાં સારો રેકોર્ડ ધરાવે છે. પીએસએલમાં પણ તેણે સારા રન નિકાળવામાં સફળતા મેળવી હતી. બાબરે પીએસએલ ૨૦૨૩ માં ૧૧ મેચો રમીને ૫૨૨ રન બનાવ્યા હતા. જ્યારે રિઝવાને ૧૨ મેચમાં ૫૫૦ રન નોંધાવ્યા હતા. બાબર અને રિઝવાન બંનેની સરેરાશ લીગમાં ૫૦ની ઉપર રહી હતી.

હવે તેમને કોઈએ નહીં ખરીદવા બાદ તેનુ કારણ પણ બતાવવામાં આવી રહ્યુ છે. જેમાં એમ બતાવાઈ રહ્યુ છે કે, ઓગષ્ટ મહિનામાં પાકિસ્તાને અફઘાનિસ્તાન સામે શ્રેણી રમવાની છે. આમ તે ઉપલબ્ધ રહી શકશે નહીં. આવામાં ટીમોને એ વાતનો વિશ્ર્વાસ નહોતો કે, તેઓ પૂરી સિઝન માટે ઉપલબ્ધ રહી શકશે.પાકિસ્તાની ક્રિકેટરોની યાદીમાં શાહીન શાહ આફ્રિદી. એહસાનુલ્લાહ અને હારિસ રઉફને ખરીદવામાં આવ્યા છે. વેલ્શ ફાયરે ૧ કરોડની આસપાસની રકમથી શાહીનને ખરીદ્યો છે.