નવીદિલ્હી, લોક્સભા ચૂંટણી ૨૦૨૪નો સાતમો અને અંતિમ તબક્કો શનિવાર ૧ જૂનના રોજ યોજાશે. આવતીકાલ તા. ૩૦મેના રોજ સાંજે સાતમા તબક્કા માટેનો પ્રચાર પ્રસાર સમાપ્ત થશે, ત્યારે ૧ જૂનના રોજ ૮ રાજ્યોની ૫૭ બેઠક પર મતદાન થશે. મહત્વનું છે કે ૨૫ મેના રોજ ૮ રાજ્યોની ૫૮ બેઠકો પર છઠ્ઠા તબક્કાનું મતદાન થયું.
ઉત્તર પ્રદેશની વારાણસી, મહારાજગંજ, ગોરખપુર, કુશીનગર, દેવરીયા,બાંસગાંવ,ઘોસી,ગાઝીપુર,બલિયા,સલેમપુર,ચંદૌલી,મિર્ઝાપુર, રોબર્ટસગંજ બેઠકો પર મતદાન થશે જયારે પંજાબની ગુરદાસપુર, અમૃતસર, ખડૂર સાહેબ,જલંધર, હોશિયારપુર,આનંદપુર સાહિબ,લુધિયાણા,ફતેહગઢ સાહિબ,ફરીદકોટ,ફિરોઝપુર,ભટિંડા,સંગરુર,પટિયાલા,બિહારની આરા,બક્સર,કરકટ,જહાનાબાદ,નાલંદા,પટના સાહિબ,પાટલીપુત્ર, સાસારામ બેઠકો પર મતદાન થશે આવી જ રીતે પશ્ર્ચિમ બંગાળની બારાસત,બસીરહાટ,ડાયમંડ હાર્બર,દમ દમ,જયનગર,જાદવપુર,કોલકાતા દક્ષિણ,કોલકાતા ઉત્તર,મથુરાપુર પર મતદાન થશે આ ઉપરાંત ચંડીગઢ હિમાચલ પ્રદેશની મંડી શિમલા કાંગડા હમીરપુર ઓડિશાની બાલાસોર ભદ્રક જાજપુર જગતસિંહપુર કેન્દ્રપરા મયુરભંજ ઝારખંડની દુમકા ગોડ્ડા રાજમહેલ બેઠકો પર મતદાન થશે
આ આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે ત્યારે કુલ ૯૦૪ ઉમેદવારો મેદાનમાં રહેશે. કુલ ઉમેદવારોમાં ૩૨૮ પંજાબના, ૧૪૪ ઉત્તર પ્રદેશ, ૧૩૪ બિહાર, ૬૬ ઓડિશા, ૫૨ ઝારખંડ, ૩૭ હિમાચલ પ્રદેશ અને ચાર ચંદીગઢના છે.