
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ નડિયાદ પહોંચીને સરદાર ના જન્મ સ્થળની મુલાકાતથી તેમના કાર્યક્રમોની શરૂઆત કરી.
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા જીલ્લાના નડિયાદ ખાતેથી રાષ્ટ્રધ્વજ લહેરાવી 78માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું નેતૃત્વ કરશે.
78માં સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થવા નડિયાદ ખાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ પ્રથમ લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થાને જઈને સરદાર ને આદરાંજલી અર્પણ કરી હતી.

મુખ્યમંત્રી બુધવારે 14 ઓગસ્ટ 2024, 78માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આયોજીત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા બપોરે નડીયાદ પહોચ્યા હતા. મુખ્ય મંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળની મુલાકાત લઈને સરદાર ને ભાવાંજલી અર્પણ કરી તેમના નડિયાદ ખાતેના કાર્યક્રમોની શરૂઆત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નડિયાદ પહોંચીને દેસાઈવગો સ્થિત સરદાર ના જન્મ સ્થળની મુલાકાત લીધી હતી. જ્યાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલનું ઢોલ નગારા સાથે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ સરદાર પટેલ જન્મ સ્થળની સામે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવાંજલી આપી હતી. મુખ્ય મંત્રીએ સરદારના જન્મ સ્થળે સરદારના ફોટોને સુતરની આંટી પહેરાવી પુષ્પ અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્યો સર્વ પંકજભાઈ દેસાઈ, રાજેશ ઝાલા, અર્જુનસિંહ ચૌહાણ, યોગેન્દ્રસિંહ પરમાર, કલ્પેશભાઈ પરમાર, સંજયસિંહ મહિડા, નડિયાદ નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ, કલેકટર અમિત પ્રકાશ યાદવ, જીલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, નિવાસી અધિક કલેકટર ભરત જોષી, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક લલિત પટેલ હાજર રહ્યા હતા.
સાંસદ દેવુસિંહ ચૌહાણ ધારા સભ્ય પંકજભાઇ અને પદાધિકારીઓ તથા અધિકારીઓ આ વેળાએ જોડાયા હતા.